મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની તથા માતૃશક્તિ દ્વારા રક્ષાબંધન પર્વની અધિકારીઓ સહિતનાઓની સાથે કરાઇ ઉજવણી
મોરબીના સામાકાંઠે બે દરોડામાં દારૂ-બીયરની 69 બોટલ પકડાઈ, મકનસર પાસે બે બાઈક અથડાયા : સાપ કરડવાના બે બનાવ
SHARE
મોરબીના સામાકાંઠે બે દરોડામાં દારૂ-બીયરની 69 બોટલ પકડાઈ, મકનસર પાસે બે બાઈક અથડાયા : સાપ કરડવાના બે બનાવ
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે જુદી-જુદી બે જગ્યાએ રેડ કરી હતી. જેમાં દારુ-બીયરની 69 બોટલો સાથે એક પકડાયો હતો. એકની શોધખોળ ચાલુ કરવામાં આવેલ છે.બી ડીવીઝન પોલીસે સામાકાંઠે ગુ.હા.બોર્ડ ઋષિકેશ વિદ્યાલય પાસેથી નીકળેલા નરેન્દ્રભાઈ વશરામભાઈ કાવર પટેલ (ઉ.વ.51) રહે. ક્રાંતિ જયોત એપાર્ટમેન્ટ ઉમા ટાઉનશીપ સામાકાંઠે ને અટકાવી ઝડતી લેતા તેની પાસેથી દારુની આઠ બોટલ કિંમત રૂા.1128નો મુદામાલ મળી આવતા પ્રોહીબીશન એકટ મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.જયારે બીજી રેડ સામાકાંઠે ઉમા ટાઉનશીપના પુલો આવેલા અરુણોદયનગર સર્કલ સામે આવેલા ભીમસર વિસ્તારમાં કરવામાં આવી હતી. જયાં અજય કુંવરજીભાઈ વિકાણીને ત્યાં સર્ચ કરતા ત્યાંથતી બીયરના 61 ટીન કિંમત રૂા.7625નો જથ્થો મળી આવતા તેની સામે ગુનો દાખલ કરી તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
એમ.પી.પોલીસ
મધ્યપ્રદેશના પીતામયુર વિસ્તારમાંથી યુવતીનું અપહરણ થયેલ હોય અને તે મોરબી હોવાની બાતમી મળતા ત્યાંની પોલીસ અત્રે આવી હતી. અહીં તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભોગ બનનાર યુવતી ગોલુ નામના માણસની સાથે મળી આવતા આગળની કાર્યવાહી માટે બંનેને એમપી લઈ જવાયા છે.
મહિલા સારવારમાં
રફાળેશ્વર ગામે રહેતા કાજલબેન દિલીપભાઈ મુછડીયા (25) નામની મહિલાને કામ દરમ્યાન ઈલેકટ્રીક શોટ લાગતા સારવારમાં સિવિલે લઈ જવાયો હતો તેમજ મોડપર ગામે રહેતા કાજલબેન અક્ષયભાઈ સોલંકી (27) એ કોઈ કારણસર દવા પી લેતા સારવારમાં આયુષમાં લઈ જવાયા હતા. જેથી તાલુકા પોલીસ મથકના ગીરીશભાઈ મોરલીયાએ તપાસ કરી હતી