મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની તથા માતૃશક્તિ દ્વારા રક્ષાબંધન પર્વની અધિકારીઓ સહિતનાઓની સાથે કરાઇ ઉજવણી


SHARE









મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની તથા માતૃશક્તિ દ્વારા રક્ષાબંધન પર્વની અધિકારીઓ સહિતનાઓની સાથે કરાઇ ઉજવણી

મોરબી શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગાવાહિની તથા માતૃશક્તિ દ્વારા રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે વિવિધ સેવાકીય ક્ષેત્રોમાં ફરજ બજાવતા અધિકારીને રક્ષાસૂત્ર બાંધી રક્ષાબંધન પર્વની  ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે સમાજની સેવા અને સુરક્ષા માટે સતત કાર્યરત વિવિધ વિભાગોના કર્મચારીઓ તથા ભાઈઓને રક્ષાસૂત્ર બાંધી તેમના પ્રત્યે સન્માન અને બંધુત્વ ની ભાવના વ્યક્ત કરવામાં આવ્યો હતો. ખાસ કરીને મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરે, એસપી મુકેશકુમાર પટેલ સહિતના અધિકારીઓ અને ટ્રાફિક પોલીસના કર્મચારી, સિવિલ હોસ્પિટલના કર્મચારી, મહાપાલિકાના કર્મચારી, સબ જેલના કર્મચારી, યદુનંદન ગૌશાળાના સેવાભાવી ભાઈઓ, વૃદ્ધાશ્રમના વડીલો, મનોવિકલાંગ ભાઈઓ તેમજ સમાજના વિવિધ ક્ષેત્રોમાં સેવા આપતા ભાઈઓને રક્ષાસૂત્ર બાંધવામાં આવ્યા હતા. રક્ષાબંધન માત્ર ભાઈ-બહેનના પવિત્ર સંબંધનું પર્વ નથી, પરંતુ સમાજમાં પ્રેમ, સ્નેહ, પરસ્પર સન્માન, સુરક્ષા અને એકતાની ભાવના વધુ મજબૂત બનાવતું પર્વ છે. આ ભાવનાને ઉજાગર કરતાં દુર્ગાવાહિની તથા માતૃશક્તિ દ્વારા વિવિધ ક્ષેત્રોમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા ભાઈઓ સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સમાજના વિવિધ વર્ગો વચ્ચે બંધુત્વ ની ભાવના, સામાજિક એકતા અને રાષ્ટ્રભાવનાને વધુ મજબૂત બનાવવાનો રહ્યો હતો.




Latest News