​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી મહાનગરપાલિકા અધિકારી 3 વખત હુકમ કર્યો તો પણ સ્ટાફે આરટીઆઇ હેઠળ માંગેલી માહિતી ન આપી !: પરિમલ ઠક્કર


SHARE









મોરબી મહાનગરપાલિકા અધિકારી 3 વખત હુકમ કર્યો તો પણ સ્ટાફે આરટીઆઇ હેઠળ માંગેલી માહિતી ન આપી !: પરિમલ ઠક્કર

મોરબી મહાનગરપાલિકા પ્રજા પાસે નિયમોની અમલવારી કરાવે છે પરંતુ મહાપાલિકા નિયમોનું પાલન કરતી નથી તેવો આક્ષેપ ભાજપના યુવા આગેવાન દ્વારા કરવામાં આવેલ છે અને તેને જણાવ્યુ છે કે, આરટીઆઈ એક્ટ હેઠળ માહિતી માંગવામાં આવે તો 30 દિવસમાં માહિતી આપવાની હોય પરંતુ આઠ મહિના થઇ ગયા તો પણ માહિતી આપવામાં આવેલ નથી જે આરટીઆઈ એક્ટનું ઉલ્લંઘન કરવા સમાન છે.

મોરબીમાં રહેતા ભાજપના યુવા આગેવાન પરિમલભાઈ ઠક્કરે જણાવ્યુ છે કે, ગત તા. 13/01/2026 ના રોજ મોરબી મહાનગરપાલિકા પાસે વિવિધ મુદ્દાઓને લગતી માહિતી આરટીઆઈ એક્ટ હેઠળ માગેલ હતી, પરંતુ તે માહિતી 30 દિવસ વીતી જવા છતાં મળેલ ન હોય,તા. 16/02/26 ના રોજ પ્રથમ અપીલ દાખલ કરી હતી જેનો તા. 22/03/2026 ના રોજ ડેપ્યુટી કમિશનર દ્વારા માહિતી આપવા હુકમ કરાયેલ હતો, પરંતુ તે હુકમનું સ્ટાફ પાલન કરવામાં આવ્યું નથી અને પ્રથમ અપીલ અધિકારી અને નાયબ મ્યુનિસિપલ કમિશનર દ્વારા તા. 21/05/2026 ના રોજ હુકમની અમલવારી માટે ફરીથી હુકમ કરેલ હતો, તો પણ તે હુકમનું પાલન કરવામાં આવ્યું નથી જેથી તા. 25/07/2026 ના રોજ ફરીથી હુકમની અમલવારી માટે અધિકારી હુકમ કર્યો હતો જો કે તેમના આ હુકમને પણ વર્કશોપ શાખાના જાહેર માહિતી અધિકારી ઘોળીને પી ગયા હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે ત્યારે વારંવાર ડેપ્યુટી કમિશ્નર હુકમ કરે તો પણ તેના હુકમનું પાલન ન કરીને નીચેના કર્મચારીઓ જાણે કે અધિકારીના હુકમને મજાક સમજતા હોય તેવો ઘાટ સર્જાયો છે. ઉલેખનીય છેકે, અધિકારી એક નહીં પરંતુ 3 વખત હુકમ કરેલ હતો તો પણ તેની અમલવારી નીચેના કર્મચારી દ્વારા કેમ કરવામાં આવતી નથી તે તપાસનો વિષય છે. જેથી અરજદાર દ્વારા વધુ એક વખત લેખિતમાં રજૂઆત કરીને અધિકારીને હુકમ પાલન કરાવી તાત્કાલિક માહિતી અપાવવા માટે માંગ કરવામાં આવેલ છે.




Latest News