મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી શહેર-તાલુકમાં અપમૃત્યુના ત્રણ બનાવ: 1 બાળક-2 યુવાનના મોત


SHARE









મોરબી શહેર-તાલુકમાં અપમૃત્યુના ત્રણ બનાવ: 1 બાળક-2 યુવાનના મોત

મોરબીના જીવાપર ગામે ઘરની સામે આવલે તળાવના પાણીમાં ડૂબી જવાથી 4 વર્ષના બાળકનું મોત થયું છે જયારે ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા યુવાને પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો છે અને ફૂલછાબ કોલોનીમાં રહેતો યુવાન ઘરે બાથરૂમમાંથી બહાર આવતા સમયે બેભાન થઈ ગયો હતો અને બેભાન અવસ્થામાં જ તેનું મોત નીપજયું હતું.

મોરબીના જીવાપર ગામે રહેતા બળદેવભાઈ હમીરપરાનો 4 વર્ષ નો દીકરો ગોપાલ બળદેવભાઈ હમીરપરા પોતાના ઘરે રમતો હતો ત્યારે રમતા રમતા કોઈપણ કારણોસર ઘરની સામેના ભાગમાં આવેલ તળાવના પાણીમાં ડૂબી ગયો હતો જેથી કરીને તે બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી જયારે મોરબીમાં ઉમા ટાઉનશીપની આગળના ભાગમાં આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા અમૃતસિંહ દાનુભા જાડેજા (34) નામના યુવાને કોઈપણ કારણોસર પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેને તાત્કાલિક મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં આગળની તપાસ એ.એમ.જાપડીયા ચલાવી રહ્યા છે તો મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ ફૂલછાબ કોલોનીમાં રહેતા મકવાણીયા ઉસ્માનભાઈ વલીભાઈ (44) નામનો યુવાન પોતે પોતાના ઘરે ગઈ કાલે સવારે 10:00 વાગ્યાના અરસામાં બાથરૂમમાંથી બહાર આવતા સમયે બેભાન થઈ ગયો હતો જેથી તેને તાત્કાલિક બેભાન અવસ્થામાં મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News