મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના ભરતનગર નજીક છરીની અણીએ રોકડ-મોબાઈલની લૂંટ: 3 શખ્સો સામે ફરિયાદ


SHARE









મોરબીના ભરતનગર નજીક છરીની અણીએ રોકડ-મોબાઈલની લૂંટ: 3 શખ્સો સામે ફરિયાદ

મોરબીના ઓદ્યોગીક વિસ્તારમાં એકલ દોકલ શ્રમિકોને નિશાન બનાવીને છરીની અણીએ લૂંટ કરવામાં આવે તેવા બનાવ અગાઉ અનેક વખત સામે આવેલ છે તેવામાં વધુ એક વખત લૂંટની ઘટનાને છરીની અણીએ અંજામ આપવામાં આવેલ છે જેમાં ત્રણ શ્રમિક યુવાનો ચાલી ભરતનગર ગામ પાસેથી જતાં હતા ત્યારે બાઈકમાં આવેલ ત્રણ અજાણ્યા શખ્સો છરી બતાવી હતી અને ત્યાર બાદ ચાલીને જઈ રહેલા ત્રણ યુવાનો પાસેથી રોકડા રૂપિયા અને મોબાઈલ મળીને 11 હજારના મુદામાલની લૂંટ કરવામાં આવી છે જે બનાવની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવેલ છે.

મૂળ બનાસકાંઠાના રહેવાસી અને હાલમાં મોરબીના ખોખરા હનુમાન રોડ ઉપર પોલો સર્કલ પાસે આવેલ પેપર મિલની ઓરડીમાં રહેતા અને મજૂરી કામ કરતાં રાહુલ વેલાભાઇ વાલડીયા નામના યુવાને ત્રણ અજાણ્યા શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદી અને તેના મિત્ર રાણાભાઇ લક્ષ્મણભાઈ વાલડીયા અને સુરજ રામદયાલ જાટમ ભરતનગર પાસે આવેલ કે.કે.હોટેલથી જમીને તા. ૨૭ ના રાતે સાડા અગિયાર વાગ્યે કારખાના તરફ જતા હતા ત્યારે રસ્તામાં એક બાઈકમાં ત્રણ શખ્સો તેઓની પાસે આવ્યા હતા અને બાઈકમાંથી નીચે ઉતારીને ફરિયાદી તથા તેના મિત્રોને રોક્યા હતા અને તેઓને છરી બતાવી હતી અને તેઓની પાસે જે કઈ હોય તે આપી દેવા માટે કહ્યું હતું. અને જો નહીં આપે તો છરી પેટમાં ઘુસાડી દેશું તેવી ધમકી આપી હતી અને ફરિયાદી પાસેથી 10 હજારની કિંમતનો મોબાઈલ અને 1000 રૂપિયા રોકડા આમ 11 હજારનો મુદામાલ લૂંટી લીધેલ હતી જો કે, ફરિયાદીના મિત્ર રાણાભાઇ અને સુરજે પોતાના મોબાઈલ ફોન છુપાવી દીધા હતા જેથી બચી ગયા હતા અને બાઈકમાં આવેલા ત્રણેય શખ્સો 11 હજારનો મુદામાલ લૂંટીને નાશી ગયા હતા. જેથી ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં અજાણ્યા શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News