મોરબી મહાપાલિકાએ પાલિકાના સમયમાં બનેલા બિન ઉપયોગી બે શુલભ શોચલાય તોડી પાડ્યા
મોરબી શહેર, હળવદના રાણેકપર અને માળિયાના જૂના દેવગઢ ગામે જુગારની 4 રેડમાં 22 શખ્સો ઝડપાયા
SHARE
મોરબી શહેર, હળવદના રાણેકપર અને માળિયાના જૂના દેવગઢ ગામે જુગારની 4 રેડમાં 22 શખ્સો ઝડપાયા
મોરબી શહેરમાં જુદી જુદી બે જગ્યાઓ ઉપર તથા માળિયા તાલુકાના જુના દેવગઢ અને હળવદના રાણેકપર ગામથી ઘનશ્યામપુર ગામ તરફ જવાનો રસ્તા ઉપર જુગારની રેડ કરવામાં આવી હતી અને આ ચાર રેડ દરમિયાન કુલ મળીને 22 જેટલા શખ્સો મળી આવ્યા હોય તેને પકડીને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુગારના ગુના નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ કરી હતી
મોરબી શહેરના કાલિકપ્લોટ વિસ્તાર શેરી નંબર 4 માં જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી વિનોદભાઈ ઉર્ફે પેટારો મગનભાઈ કુંઢીયા (40) રહે. કાલિકા પ્લોટ મોરબી, ભાવેશભાઈ રણછોડભાઈ સાથડીયા (22) રહે. ભિમસર મોરબી, રહેમતુલ્લાભાઈ ઈસ્માઈલભાઈ કુરેશી (33) રહે. કાલિકા પ્લોટ મોરબી, એજાજભાઈ ઉર્ફે બેદીયો જેનુદિનભાઈ રૂમી (33) રહે. કાલિકા પ્લોટ મોરબી, મુસ્તાક ઉર્ફે મુસો આમદભાઈ વાઘેર (32) રહે. કાલિકા પ્લોટ મોરબી અને કાનજીભાઈ ઉર્ફે કાનો ધનજીભાઈ મેર (45) રહે કાલીકા પ્લોટ મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 12,800 ની રોકડ કબજે કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે જ્યારે મોરબીમાં ઇન્દિરાનગર વિસ્તારમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાંથી વિજયભાઈ રમેશભાઈ પરમાર (40), અર્જુનભાઈ રણજીતભાઈ પરમાર (20) અને હરદેવભાઈ રમેશભાઈ પરમાર (36) રહે બધા શિવમ હોસ્પિટલ પાછળ ગાયત્રીનગર ઇન્દિરાનગર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 1400 રૂપિયાની રોકડા સાથે તેની ધરપકડ કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે
માળીયા મીયાણા તાલુકાના જુના દેવગઢ ગામમાં મંદિર પાસે જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી મનસુખભાઈ મગનભાઈ ગોગરા (21), જયરાજભાઇ જીવણભાઈ સવસેટા (25), રણજીતભાઈ રામભાઈ પરમાર (19), હિતેશભાઈ ભગવાનભાઈ સવસેટા (34), બાલુભાઇ બાબુભાઈ પરમાર (35), અને લક્ષ્મણભાઈ રામભાઈ પરમાર (25) રહે બધા દેવગઢ વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 10,500 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે
હળવદના રાણેકપર ગામની પંચાસરી નામે ઓળખાતી સીમમાં ઘનશ્યામપુર ગામ તરફ જવાના કાચા રસ્તે જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી અજીતભાઈ સોમાભાઈ ગોહિલ (43) રહે. ગોરી દરવાજા પાસે હળવદ, અરવિંદભાઈ ઘનશ્યામભાઈ ચાવડા (38) રહે. ભેણીનો ઢાર સરા રોડ હળવદ, હીરજીભાઈ લખમણભાઇ સરાવાડીયા (58) રહે. ઈશ્વરનગર, દયારામભાઈ ભીખાભાઈ ધારીયા પરમાર (40) રહે. ગોરી દરવાજા પાસે હળવદ, અશોકભાઈ નાગજીભાઈ વઢરકીયા (42) રહે.ગોરિ દરવાજા પાસે હળવદ અને અમૃતભાઈ અવચારભાઈ ઓડિયા (54) રહે. આસોપાલવ સોસાયટી હળવદ વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 37,900 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને હળવદ તાલુકો પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે