રાજમાતા વિજય કુંવરબા સાહેબનો પાર્થિવદેહ મોરબી પહોચ્યો: વેપારીઓને ધંધો રોજગાર બંધ રાખીને કાલે અંતિમ યાત્રામાં જોડાવા મંત્રીનું આહ્વાન મોરબી જિલ્લાના યોગ કોચ-ટ્રેનર્સની ગાંધીનગર ખાતે ચેરમેનની હાજરીમાં સોમવારે મિટિંગ યોજાશે મોરબી રામધન આશ્રમ ખાતે મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીના જન્મદિવસની અનોખી ઉજવણી મોરબીમાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં યોજાનાર દશેરાનો કાર્યક્રમ રદ મોરબી જીલ્લામાં જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૨૨ ઓક્ટોબર મોરબી જીલ્લામાં ટુ-વ્હિલર વાહનોની નવી સીરીઝ GJ-36-BE માટે પસંદગીના નંબરો મેળવવા ઓનલાઇન ઓક્શન પ્રક્રિયા જાહેર કરાઇ મોરબી જીલ્લામાં આઇ-ખેડુત પોર્ટલ ૨.૦ ઉપર નાની-મોટી નર્સરી સહાય યોજના માટે ઓનલાઇન અરજી કરી શકાશે
Breaking news
Morbi Today

મોરબી વન વિભાગમાં ટેન્ડરની સિક્યુરિટી પેટે બનાવટી એફડી રજૂ કરનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાયો: તપાસ શરૂ


SHARE







મોરબી વન વિભાગમાં ટેન્ડરની સિક્યુરિટી પેટે બનાવટી એફડી રજૂ કરનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાયો: તપાસ શરૂ

મોરબી વન વિભાગના અધિકારી દ્વારા બનાવતી એફડી રજૂ કરનારા કોન્ટ્રાક્ટરની સામે હાલમાં ફરિયાદ કરવામાં આવી છે અને કોન્ટ્રાકટર દ્વારા 5,91,517 ની ખોટી અને બનાવટી એફડી નો સાચા તરીકે ઉપયોગ કરી સરકારી કચેરીમાં રજૂ કરીને કૌભાંડ કર્યું હોવાની ફરિયાદ કરવામાં આવતા પોલીસે કૌભાંડમાં સંડોવાયેલ કોન્ટ્રાક્ટર સહિત તપાસમાં જેના નામ ખૂલે તેની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે

મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ ફોરેસ્ટર કોલોનીના ક્વોટર નં 1 માં રહેતા અને ફોરેસ્ટ વિભાગમાં ફરજ બજાવતા કરશનભાઈ ગોવાભાઇ ચાવડા (39)એ  હાલમાં બલરામદેવ કન્સ્ટ્રકશન પ્રોપરાઇટર ગોવિંદભાઈ નારણભાઈ બારડ રહે. ઉમરેઠી ગીર તાલુકો તાલાલા જિલ્લો ગીર સોમનાથ તથા તપાસમાં ખુલે તેની સામે કૌભાંડની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે વર્ષ 2024-25 દરમિયાન રાજકોટ રેન્જના કાર્યક્ષેત્ર હેઠળ આણંદપર બાધી વીડી વિસ્તારમાં બાઉન્ડ્રી વોલના કામ માટેનું ટેન્ડર મંજુર થયું હતું અને ટેન્ડરની સિક્યુરિટી પેટે એસબીઆઇ બેન્ક નો તાલાલા બ્રાન્ચનો ખોટો અને બનાવટી એફડી આર તૈયાર કરી 5,19,517 નો ખોટો અને બનાવટી એફડીઆર તૈયાર કરીને તેને સાચા તરીકે નાયબ વન રક્ષક શ્રી મોરબી વન વિભાગની કચેરી ખાતે રજૂ કરવામાં આવ્યો હતો અને આરોપીને આ એફડી ખોટી હોવાની જાણ હોવા છતાં પણ સાચા તરીકે તેનો ઉપયોગ કર્યો હતો જેથી આ કૌભાંડ બાબતે હાલમાં વન વિભાગના અધિકારી દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

અકસ્માતમાં ઇજા
હળવદના શિવ પાર્ક સોસાયટીમાં રહેતા વિષ્ણુભાઈ જાદવજીભાઈ કંઝારિયા (28) એ સ્કોર્પિયો ગાડી નંબર જીજે 36 એએલ 5056 ના ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓ પોતાનું બાઈક નંબર જીજે 36 ડી 5060 લઈને જઈ રહ્યા હતા ત્યારે સ્કોર્પિયો ગાડીના ચાલકે તેના બાઇકને હડફેટે લીધું હતું અને અકસ્માત કર્યો હતો જે બનાવમાં ફરિયાદીને બંને હાથમાં ઈજા થઈ હતી અને ડાબા હાથમાં વધુ ઇજા થયેલ હોય ઓપરેશન કરવું પડ્યું હતું જે બનાવ સંદર્ભે ઇજાગ્રસ્ત યુવાને નોંઘાવેલ ફરિયાદ આધારે પોલીસે સ્કોર્પિયો ગાડીના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તપાસ હાથ ધરી છે




Latest News