રાજમાતા વિજય કુંવરબા સાહેબનો પાર્થિવદેહ મોરબી પહોચ્યો: વેપારીઓને ધંધો રોજગાર બંધ રાખીને કાલે અંતિમ યાત્રામાં જોડાવા મંત્રીનું આહ્વાન મોરબી જિલ્લાના યોગ કોચ-ટ્રેનર્સની ગાંધીનગર ખાતે ચેરમેનની હાજરીમાં સોમવારે મિટિંગ યોજાશે મોરબી રામધન આશ્રમ ખાતે મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીના જન્મદિવસની અનોખી ઉજવણી મોરબીમાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં યોજાનાર દશેરાનો કાર્યક્રમ રદ મોરબી જીલ્લામાં જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૨૨ ઓક્ટોબર મોરબી જીલ્લામાં ટુ-વ્હિલર વાહનોની નવી સીરીઝ GJ-36-BE માટે પસંદગીના નંબરો મેળવવા ઓનલાઇન ઓક્શન પ્રક્રિયા જાહેર કરાઇ મોરબી જીલ્લામાં આઇ-ખેડુત પોર્ટલ ૨.૦ ઉપર નાની-મોટી નર્સરી સહાય યોજના માટે ઓનલાઇન અરજી કરી શકાશે
Breaking news
Morbi Today

મોરબીમાં ભાજપના હોદેદારને વ્યાજના ચક્રમાં ફસાવીને મારવા માટે મજબૂર કરનારા બે વ્યાજખોરની ધરપકડ


SHARE







મોરબીમાં ભાજપના હોદેદારને વ્યાજના ચક્રમાં ફસાવીને મારવા માટે મજબૂર કરનારા બે વ્યાજખોરની ધરપકડ

મોરબીની ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા મોરબી જિલ્લા યુવા ભાજપ મીડિયા સેલના સહ ઇન્ચાર્જ યુવાનનો ધંધો બરાબર ચાલતો ન હતો જેથી ભાજપના આગેવાને વ્યાજે રૂપિયા લીધેલા હતા અને વ્યાજે રૂપિયા આપનાર શખ્સોને વ્યાજ ચૂકવી દીધું હતું તેમ છતાં પણ યુવાન પાસેથી તેની કાર લઈ લેવામાં આવી હતી અને કાર પાછી માંગવામાં આવી ત્યારે યુવાને વ્યાજે લીધેલા રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી તેમજ વારંવાર ફોન કરીને યુવાનને હેરાન કરવામાં આવતો હતો જેથી યુવાને વ્યાજખોરના ત્રાસથી કંટાળીને ગળાફાંસો ખાઈને પોતાના જ ઘરની અંદર આપઘાત કર્યો હતો જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનની પત્નીએ બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મોરબીના વેજીટેબલ રોડ પર આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટી માં રહેતા ઈલાબા અમૃતસિંહ જાડેજા (28)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મયુરભાઈ ડોડીયા રહે. ચરાડવા તથા યુવરાજભાઈ ઉર્ફે લાલાભાઇ રહે. કોંઢ વાળાની સામે પતિને મરવા માટે મજબૂર કર્યા હોવાની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓના પતિ અમૃતસિંહ (ઓમદેવસિંહ) દાનુભા જાડેજાનો ધંધો બરાબર ચાલતો ન હતો જેથી મયુરભાઈ ડોડીયાના કહેવાથી યુવરાજભાઈ પાસેથી ફરિયાદીના પતિએ વ્યાજે રૂપિયા લીધેલા હતા અને ફરિયાદીના પતિએ વ્યાજે લીધેલા રૂપિયાનું વ્યાજ ચૂકવી આપ્યું હતું તેમ છતાં પણ આરોપીઓએ ફરિયાદીના પતિ ની કાર નંબર જીજે 36 એઆર 8000 તેઓની પાસેથી લઈને પોતાની પાસે રાખી લીધી હતી અને તે કાર પરત માંગતા આરોપીઓએ વ્યાજે લીધેલા રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી હતી અને અવારનવાર ફોન કરીને ફરિયાદીના પતિને હેરાન પરેશન કર્યા હતા જેથી કરીને ફરિયાદીના પતિ દ્વારા તેઓના ત્રાસથી કંટાળીને પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લેવામાં આવ્યો હતો જેથી યુવાનને મરવા માટે થઈને મજબૂર કરનારા બે વ્યાજખોરોની સામે મૃતક યુવાનના પત્નીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પોલીસે મહેશ ઉર્ફે મયુરસિંહ દિલીપભાઇ ચૌહાણ (31) રહે. ભરવાડ વાસ ચરાડવા તથા લાલાભાઇ ઉર્ફે યુવરાજ ગોપાલભાઈ ખવાસ (26) રહે. કોંઢ વાળાની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી કરેલ છે.




Latest News