મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયું વાંકાનેરમાં યુવા સારથી સંગઠન દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પમાં 334 બોટલ રક્ત એકત્રિત થયું મોરબીના નવલખી રોડેથી નીકળેલો શખ્સ બીયરના ટીન સાથે પકડાયો: રવાપર રોડે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીના વનાળીયા ગામે આંગણવાડી ખાતે આંગણ મિલન સેવા કાર્યક્રમ યોજાયો મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભાણેજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો સોમૈયા પરિવાર મોરબીના યુવાનની છેતરપિંડીના ગુનામાં લાઠી પોલીસ દ્વારા અટકાયત મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું


SHARE







મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું

મોરબીમાં સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ ખાતે દિલ્હી સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે ગુજરાતી કવિ સંમેલનનું યોજાયું હતું જેમાં કવિઓ દ્વારા એકલ્થી એક ચડિયાતી કવિતાઓ રજૂ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે દિલ્હી સાહિત્ય એકાદમીના ગુજરાતી સલાહકાર મંડળના સભ્ય અને મૂર્ધન્ય કવિશ્રી નીતિન વડગામા તેમજ કવિગણ વારિજ લુહાર (રાજકોટ), શૈલેન રાવલ (વાંકાનેર), સંજય બાપોદરિયા, ભાવેશ જેતપરિયા, રામ વારોતરિયા  હાજર રહ્યા હતા અને કોલેજના આચાર્ય કે.આર.દંગીએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ કાર્યક્રમની શરૂઆત કરીને કાવ્ય પાઠ શરૂ કર્યું હતું. અને કવિઓએ પોતાની આગાવી શૈલીમાં પોતાની રચનાઓ વિદ્યાર્થીઓ સહિતના લોકોની સામે રજૂ કરી હતી. જેથી શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. અને અધ્યક્ષીય પ્રવચનમાં નીતિન વડગામએ આવા ઉત્તમ કાર્યક્રમ માટે સૌને શુભકામનાઓ આપી હતી અને તેમણે પણ ગઝલ રજૂ કરી હતી આ કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ ડૉ. કવિતાબા ઝાલાએ કર્યું હતું




Latest News