ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત
SHARE
ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત
ટંકારા-પડધરી વિધાનસભા વિસ્તારના ૬૦થી વધુ ખેડૂતોએ સ્થાનિક ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં ગુજરાત વિધાનસભા ખાતે પહોચ્યા હતા આ મુલાકાત દરમિયાન ધારાસભ્યએ તમામ ખેડૂતોને વિધાનસભા ગૃહની કામગીરી અને સંસદીય પ્રક્રિયાઓ વિશે વિગતવાર અને સંપૂર્ણ માહિતી આપી હતી. હાલ વિધાનસભાનું સત્ર ચાલુ ન હોવા છતાં, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખાસ સમય ફાળવીને ખેડૂતોને વિધાનસભાની અંદર લઈ જઈને મંત્રીઓ, ધારાસભ્યોની ભૂમિકા તેમજ લોકશાહીની સર્વોચ્ચ સંસ્થા ગણાતી વિધાનસભાને લગતી તમામ બાબતો અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી હતી. ત્યાર બાદ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાનું ખેડૂતો દ્વારા સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું