ટંકારા ITI ખાતે યુવા મતદારોની હાજરીમાં મતદાર જાગૃતિનો કાર્યક્રમ યોજાયો
સેવા સંકલ્પ અભિયાન: મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલ ખાતે શહીદ વીર જવાનોના પરિવારનું પ્રભારી મંત્રીની હાજરીમાં કરાયું સન્માન
SHARE
સેવા સંકલ્પ અભિયાન: મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલ ખાતે શહીદ વીર જવાનોના પરિવારનું પ્રભારી મંત્રીની હાજરીમાં કરાયું સન્માન
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે નવયુગ સંકુલ ખાતે સશસ્ત્ર દળ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેશની રક્ષા કાજે શહીદ થયેલા જવાનોના પત્ની અને પરિવારજનોનું પ્રભારી મંત્રી, રાજ્યસભાના સાંસદ, પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ તકે સંસ્કૃતિ કાર્યક્રમ પણ યોજાયો હતો
સૈનિક કલ્યાણ બોર્ડ રાજકોટના સહયોગથી સૈનિકોના સન્માન માટેના કાર્યક્રમનું મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના વીરપર ગામ પાસે આવેલ નવયુગ સંકુલ ખાતે સશસ્ત્ર દળ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા, રાજ્ય સભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, જિલ્લા ભાજપના મહામંત્રી અરવિંદભાઈ વાસદડિયા, નવયુગ શૈક્ષણિક સંકુલના સુપ્રિમો પી.ડી.કાંજિયા, કલેકટર સ્વપ્નિલ ખરે, ડીડીઓ વિદ્યાસાગર, એસ.પી મુકેશ પટેલ સહિતના અધિકારીઓ અને રાજકીય હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને આ તકે મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે કારગિલ યુદ્ધના વીર જવાનોના પરિવારજનોને સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારે બાદ મંત્રી ત્રિકમભાઈ છાંગાએ કાર્યક્રમમાં હાજર રહેલા લોકોને સંબોધતા કહ્યું હતું કે, દેશની રક્ષા માટે પ્રાણની આહુતિ આપનારા શહીદ વીરના બલિદાનને હું નમન કરું છું અને વર્ષ 2047 માં વિકસિત ભારત બને તેના માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે આહવાન કરવામાં આવ્યું છે તેમાં લોકો પણ પોતાનું યોગદાન આપી રહ્યા છે તે અભિનંદનની વાત છે અને વિકસિત ભારતના સપનાને સાકાર કરવા માટે સહુ સાથે મળીને પ્રયાસ કરીએ તેવું આહવાન કર્યું છે