મોરબીમાં દારૂ પી લૂખ્ખાનો આતંક: દૂકાનમાં કરી તોડફોડ મોરબીમાં ગેરકાયદે કતલખાના સામે આંખ આડા કાન કરતી મહાપાલિકા સામે ઉગ્ર આંદોલનની હિન્દુ સંગઠનની ચીમકી મોરબીના રવાપર ગામે ગળાફાંસો ખાઈને મહિલાનો આપઘાત: હળવદના નવા માલણીયાદ ગામે કેનાલમાં ડૂબી જવાથી પરિણીતાનું મોત મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી કક્કડ પરિવાર આપશે સ્વજનને શ્રદ્ધાંજલિ મોરબીના આશાપુરા મિત્ર મંડળ દ્વારા માતાના મઢ જતાં પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન: મોરબીના વિરપરડા ગામના પાટિયા પાસે માતાના મઢ જતા યાત્રાળુઓ માટે યોજાશે સેવા કેમ્પ મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા કાલે સાંજે પથ સંચાલકનું આયોજન સેવા સંકલ્પ અભિયાન: મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલ ખાતે શહીદ વીર જવાનોના પરિવારનું પ્રભારી મંત્રીની હાજરીમાં કરાયું સન્માન ટંકારા ITI ખાતે યુવા મતદારોની હાજરીમાં મતદાર જાગૃતિનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે ગળાફાંસો ખાઈને મહિલાનો આપઘાત: હળવદના નવા માલણીયાદ ગામે કેનાલમાં ડૂબી જવાથી પરિણીતાનું મોત


SHARE









મોરબીના રવાપર ગામે ગળાફાંસો ખાઈને મહિલાનો આપઘાત: હળવદના નવા માલણીયાદ ગામે કેનાલમાં ડૂબી જવાથી પરિણીતાનું મોત

મોરબીના રવાપર ગામે આવેલ બોની પાર્કમાં રહેતી મહિલાએ કોઈપણ કારણોસર પોતે પોતાની જાતે ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતુ જ્યારે હળવદના નવા માલણીયાદ ગામેથી પસાર થતી નર્મદાની કેનાલમાં કપડાં ધોવા અને નહાવા ગયેલ પરિણીતા પાણીમાં ડૂબી જતાં તેનું મોત નીપજયું હતુ આ બંને બનાવની સ્થાનિક પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના રવાપર ગામે બોની પાર્કમાં ધનજીભાઈ શેરસીયાના મકાનમાં રહેતા દિશાબેન નરેશભાઈ વિંઝુડા (21)એ ઘરની અંદર કોઈપણ કારણોસર પોતે પોતાની જાતે પંખાના હુકમાં ચુંદડી બાંધીને પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેને તાત્કાલિક મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઇ તપાસીને મૃત જાહેર કર્યા હતા ત્યારબાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી જ્યારે મૂળ એમપીના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામની સીમમાં થોભણભાઈ કોળીની વાડીએ રહેતા નરીબેન વટીયાભાઈ ભયડીયા (36) વાડીની બાજુમાંથી પસાર થતી નર્મદાની કેનાલમાં કપડાં ધોવા અને નહાવા માટે ગયા હતા ત્યારે અકસ્માતે કેનાલમાં પડી જવાના કારણે પાણીમાં ડૂબી ગયા હતા જેથી તે મહિલાનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને મૃતક મહિલાના પતિએ આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો

ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામથી ઘુનડા ગામ તરફ જવાના રસ્તા ઉપર જયંતીભાઈ બારૈયાની વાડી આવેલી છે અને ત્યાં તેઓએ પરપ્રાંતીય મજૂરોને કામે રાખ્યા હતા જોકે તેના આધાર પુરાવા અને વિગત પોલીસ સ્ટેશનમાં જમા કરાવી ન હતી જેથી કલેકટરના જાહેરનામાનો ભંગ થતો હોય ખેતરના માલિક જયંતિભાઈ પરસોત્તમભાઈ બારૈયા (53) રહે. નાના ખીજડીયા વાળા સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ કરી હતી




Latest News