UPI પેમેન્ટ સામે વિરોધ: મોરબીના વેપારીઓએ કેશ-ચેકથી વેપારી શરૂ કર્યો મોરબીમાં દારૂ પી લૂખ્ખાનો આતંક: દૂકાનમાં કરી તોડફોડ મોરબીમાં ગેરકાયદે કતલખાના સામે આંખ આડા કાન કરતી મહાપાલિકા સામે ઉગ્ર આંદોલનની હિન્દુ સંગઠનની ચીમકી મોરબીના રવાપર ગામે ગળાફાંસો ખાઈને મહિલાનો આપઘાત: હળવદના નવા માલણીયાદ ગામે કેનાલમાં ડૂબી જવાથી પરિણીતાનું મોત મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી કક્કડ પરિવાર આપશે સ્વજનને શ્રદ્ધાંજલિ મોરબીના આશાપુરા મિત્ર મંડળ દ્વારા માતાના મઢ જતાં પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન: મોરબીના વિરપરડા ગામના પાટિયા પાસે માતાના મઢ જતા યાત્રાળુઓ માટે યોજાશે સેવા કેમ્પ મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા કાલે સાંજે પથ સંચાલકનું આયોજન સેવા સંકલ્પ અભિયાન: મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલ ખાતે શહીદ વીર જવાનોના પરિવારનું પ્રભારી મંત્રીની હાજરીમાં કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીમાં ગેરકાયદે કતલખાના સામે આંખ આડા કાન કરતી મહાપાલિકા સામે ઉગ્ર આંદોલનની હિન્દુ સંગઠનની ચીમકી


SHARE









મોરબીમાં ગેરકાયદે કતલખાના સામે આંખ આડા કાન કરતી મહાપાલિકા સામે ઉગ્ર આંદોલનની હિન્દુ સંગઠનની ચીમકી

મોરબીમાં ચાલતા ગેરકાયદે કતલખાના બંધ કરાવવા માટે છેલ્લા ઘણા સમતથી હિન્દુ સંગઠનો દ્વારા રજૂઆતો કરવામાં આવે છે પરંતુ મહાપાલિકાના અધિકારીઓએ દ્વારા આગેવાનોને કામ કરવાનું માત્ર આશ્વાસન આપવામાં આવે છે જો કે, કતલખાના બંધ કરવા માટેની અમલવારી કરવામાં આવતી રહી નથી એટલા જ માટે મહાપાલિકાના કચરાના ટ્રેક્ટરમાં કતલખાને કતલ કરવામાં આવેલ અબોલજીવના અવશેષોને ભરીને લઈ જવામાં આવે છે ત્યારે મોરબીમાં ગેરકાયદે કતલખાના સામે કામગીરી ન કરતી મહાપાલિકાનો હિન્દુ સંગઠનો દ્વારા ખુલ્લો વિરોધ કરવામાં આવેલ છે અને આગામી દિવસોમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે

મોરબીમાં ચાલતા ગેરકાયદેસર કતલખાનાઓ અને નોનવેજની લારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ સાથે હિન્દુ સંગઠન દ્વારા છેલ્લા ઘણા સમયથી મોરબી મહાપાલિકા કચેરીમાં રજૂઆતો કરવામાં આવે છે તો પણ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી અને મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા માટે મહાપાલિકાના તમામ સભ્યોએ પણ સહમતી આપેલ છે તો પણ કેમ અધિકારીઓએ દ્વારા કામ કરવામાં આવતું નથી તે સૌથી મોટો સવાલ છે. તેવામાં તા. 30-09-2026ના રોજ રાત્રે 11:00 વાગ્યે મોરબીના શક્તિ ચોક ખાટકીવાસ વિસ્તારમાંથી મહાપલીકનું કચરા કલેક્શન માટેનું ટ્રેક્ટર નિકળ્યું હતું જેમાં કતલખાનામાં કાપવામાં આવેલા અબોલ જીવના અવશેષો મળી આવ્યા હતા અને મહાપાલિકાના ટ્રેક્ટરમાં તેને ડમ્પિંગ પોઇન્ટ ઉપર લઈ જતાં હોવાનું સામે આવ્યું હતું

જેથી હિન્દુ સંગઠનના આગેવાનો ત્યાં સ્થળ ઉપર તપાસ કરવા માટે પહોચ્યા હતા અને મહાપાલિકાના અધિકારી દ્વારા આપવામાં આવેલ ખાતરી લોલિપોપ સમાન સાબિત થયેલ હોવાથી ભારે આક્રોશ સાથે મહાપાલિકાના અધિકારીને સીધો સવાલ કર્યો હતો કે, જો મહાપાલિકા દ્વારા કતલખાના બંધ કરાવવાની કડક સૂચના આપવામાં આવી છે, તો પછી મહાપાલિકાનું ટ્રેક્ટર કઈ મંજૂરી અને કોના આદેશથી રાત્રિના સમયે કતલખાનાના અવશેષો ઉપાડવા જાય છે ? અને હાલમાં જે વાહનમાંથી અબોલજીવના અવશેષ મળી આવેલ છે તે વાહન લોગબુક, ડ્યુટી ઓર્ડર, અધિકારીની મંજૂરી અને અવશેષો ક્યાંથી ઉપાડવામાં આવ્યા હતા તે અંગેની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી હિન્દુ સંગઠનના આગેવાનો દ્વારા માંગ કરવામાં આવી છે.

વધુમાં હિન્દુ સંગઠન દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે કતલખાના અંગે માત્ર કાગળ પર કાર્યવાહી કરવામાં આવેલ છે અને રજૂઆત કરવામાં આવે તો આગેવાનોને અધિકારીઓએ દ્વારા આશ્વાસન આપવામાં આવી છે. જો કે, નક્કર કામગીરી કરવામાં આવતી નથી મોરબીના ખાણી પીણીના નાના ધંધાર્થીઓની સામે કાર્યવાહી કરવામાં આવે છે તો પછી ગેરકાયદે કતલખાના સામે કેમ કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવતી નથી.? જો મોરબીમાં ચાલતા ગેરકાયદે કતલખાનાની તાત્કાલિક તપાસ કરીને નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં નહીં આવે અને જવાબદાર અધિકારીની જવાબદારી નક્કી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, સર્વે હિન્દુ સંગઠન તથા ગુજરાતભરના ગૌરક્ષકો દ્વારા મોરબી મહાપાલિકા કચેરી ખાતે કતલખાના બંધ કરાવવા માટે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે




Latest News