મોરબીમાં ઘન કચરાના વ્યવસ્થાપન માટે નવા બાયલોઝ બનાવવા મહાપાલિકાની ખાસ સામાન્ય સભામાં અનુમતિ અપાઈ
હમીરસર તળાવ અને દાદા-દાદી પાર્ક ખાતે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સેવા મારૂ યોગદાન કાર્યક્રમ યોજાયો
SHARE
હમીરસર તળાવ અને દાદા-દાદી પાર્ક ખાતે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સેવા મારૂ યોગદાન કાર્યક્રમ યોજાયો
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 25 વર્ષના જાહેર જીવન અને શાસનકાળની સેવાયાત્રાની ઉજવણીના ભાગરૂપે 2 ઓકટોબર મહાત્મા ગાંધીજીના જન્મ જયંતી દિને યોજાઈ રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ‘સેવા મારું યોગદાન’ અભિયાન હેઠળ કચ્છ લોકસભા, ભુજ નગરપાલિકા, સમાજ નવનિર્માણ ટ્રસ્ટ – ભુજ તથા વિવિધ સામાજિક સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે ભુજના ઐતિહાસિક હમીરસર તળાવ દાદા–દાદી પાર્ક ખાતે ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત વિશાળ સફાઈ ઝુંબેશ યોજાઈ હતી.
આ સફાઈ ઝુંબેશમાં વિવિધ સામાજિક, સેવાભાવી અને સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તથા કાર્યકરોએ ઉત્સાહભેર સહભાગી થઈ હમીરસર તળાવ અને તળાવ તટે આવેલ દાદા – દાદી પાર્ક અને આસપાસના વિસ્તારની સફાઈ કરી હતી. સ્વચ્છતા પ્રત્યે જનજાગૃતિ કેળવવા તેમજ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાના સંકલ્પ સાથે સૌએ શ્રમદાન કર્યું હતું. અને નરેન્દ્ર મોદીના સ્વપ્ન “પ્લાસ્ટિક મુક્ત ભારત” અંતર્ગત નોન પ્લાસ્ટિક થેલીઓનું વિતરણ કરવામાં આવેલ હતું.
આ કાર્યક્રમમાં સહભાગી સંસ્થાઓમાં મુખ્યત્વે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, ભુજ નગર સેવા સદન, ચેમ્બર્સ ઓફ કોમર્સ–ભુજ, રોટરી ક્લબ ઓફ ભુજ વોલસિટી, રોટરી ક્લબ ઓફ ભુજ કેપિટલ, રોટરેક્ટ ક્લબ ઓફ ભુજ મિડ ટાઉન, રોટરી ક્લબ ઓફ ભુજ વિબગ્યોર, ઈન્નરવ્હીલ ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગો, ઈન્નરવ્હીલ ક્લબ ઓફ ભુજ ઉર્જા, ઈન્નરવ્હીલ ક્લબ ઓફ ભુજ કેપિટલ, લાયન્સ ક્લબ ઓફ ભુજ સહિતની વિવિધ સંસ્થાઓએ ઉત્સાહપૂર્વક સફાઇ અભિયાનમાં ભાગ લીધો હતો.
સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌએ ‘સેવા સંકલ્પ અભિયાન’ ના સંકલ્પ સાથે જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા અને સ્વચ્છતા અંગે સમાજમાં વધુને વધુ જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપ્યો હતો. સફાઈ ઝુંબેશમાં વિવિધ સંસ્થાઓના કાર્યકરો, સભ્યો અને સ્વયંસેવકોની ઉત્સાહભરી ભાગીદારીથી સમગ્ર કાર્યક્રમ સેવાભાવ અને સામૂહિક જવાબદારીની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ બન્યો હતો. “સ્વચ્છતા માત્ર એક દિવસની કામગીરી નહીં, પરંતુ સતત ચાલતી સામૂહિક જવાબદારી છે” તેમ સાંસદએ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, ધારાસભ્ય કેશુભાઈ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.