મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ કર્યું શ્રમદન બાળક બુધ્ધિ !: મોરબી મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબર રીમૂવ કરવા મુદ્દે કમિશનર-કોર્પોરેટરો આમને-સામને મોરબી IMAમાં નેતૃત્વ પરિવર્તન: પ્રેસિડેન્ટ ડૉ.રાજેશ ફલાડીયા-સેક્રેટરી ડૉ.ધર્મેશ ભાલોડિયા મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા પથ સંચલન યોજાયું મોરબીની વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે સાયન્સમાં સાથે ભણતા સહપાઠીઓનું સ્નેહમિલન યોજાશે હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું કરાશે લોકાર્પણ
Breaking news
Morbi Today

બાળક બુધ્ધિ !: મોરબી મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબર રીમૂવ કરવા મુદ્દે કમિશનર-કોર્પોરેટરો આમને-સામને


SHARE









બાળક બુધ્ધિ !: મોરબી મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબર રીમૂવ કરવા મુદ્દે કમિશનર-કોર્પોરેટરો આમને-સામને

મોરબીમાં બાગનું લોકાપર્ણ થતાની સાથે જ મહાપાલિકાના કમિશનર અને કોર્પોરેટરો વચ્ચે વિવાદના બીજનું રોપણ થઈ ગયું છે કેમ કે, ગાર્ડના શાખાના ચેરમેનનું નામ લોકાર્પણના કાર્યક્રમની પત્રિકામાં પહેલા લખવામાં આવ્યું ન હતું અને ત્યાર બાદ તેના મોબાઈલ નંબરને મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી રીમૂવ કરવામાં આવ્યા છે જેથી મહાપાલિકામાં શુક્રવારે ખાસ સામાન્ય સભા બાદ કોર્પોરેટરોની ખાસ ખાનગી બેઠક યોજાઇ હતી અને કમિશ્નરની તાનાશાહી અને કાર્યશૈલી સામે મોટાભાગના કોર્પોરેટરોએ નારાજગી વ્યક્ત કરી હતી.

મોરબીમાં મહાપાલિકા દ્વારા તાજેતરમાં કાયાપલટ કરવામાં આવેલ સુરજ બાગનું મંત્રી અને મેયરની હાજરીમાં લોકાર્પણ કરવામાં આવ્યું છે જો કે, આ લોકર્પણને લઈને વિવાદ શરૂ થયો છે કેમ કે, આ કાર્યક્રમ માટે જે આમંત્રણ કાર્ડ બનાવવામાં આવ્યું હતું તેમાં ગાર્ડન કમિટીના ચેરમેન અલ્પાબેન રોહિતભાઈ કંઝારીયાનું નામ લખવામા આવ્યું ન હતું જેથી કરીને આ બાબતે કમિશ્નરને રજૂઆત કરવામાં આવી હતી જોકે, કમિશ્નર દ્વારા આ બાબતને ધ્યાને લેવામાં આવી ન હતી જેથી આ બાબતે મેયરને રજૂઆત કરી હતી જેથી આમંત્રણ પત્રિકામાં નામ ઉમેરવા માટે મેયરે સુચના આપી હતી જેથી નવી આમંત્રણ પત્રિકા બની હતી પરંતુ કમિશ્નરની મરજી વિરુદ્ધ કાર્ય થતા ગાર્ડન કમિટી ચેરમેનને મહાપાલિકાના ઓફીશીયલ ગ્રુપમાંથી રીમૂવ કરવામાં આવ્યા હતા જેથી કરીને કમિશનર અને કોર્પોરેટરો વચ્ચે ઊંડી ખાઈ ઊભી થયેલ છે અને કમિશ્નરની તાનાશાહીનો હાલમાં કોર્પોરેટરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને મહાપાલિકાના કોર્પોરેટરોના વ્હોટસએપ ગ્રુપમાંથી ઘણા બધા કોર્પોરેટર સ્વેચ્છાએ નીકળી ગયા છે વધુમાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગાંધી જયંતિના દિવસે મહાપાલિકામાં ખાસ સામાન્ય સભા પૂરી થયા બાદ કોર્પોરેટરોની કમિશનરની તનશાહી બાબતે ચર્ચા કરવા માટેની ખાસ ખાનગી બેઠક યોજાઈ હતી જેમાં મોટાભાગના કોર્પોરેટરોએ કમિશ્નરની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી ઉલેખનીય છેકે, જે વ્હોટસએપ ગ્રુપમાંથી ચેરમેનના નંબર રીમુવ કરવામાં આવ્યા હતા તે ગ્રૂપમાં નંબર એડ કરવા માટે મેયરે સૂચના આપી છતાં પણ કમિશ્નરે નંબર એડ કર્યા ન હતા આટલું જ નહીં પરંતુ મેયરે પોતાને ગ્રૂપના એડમીન બનાવવા માટે કહ્યું હતું તો પણ તેને એડમીન બનાવવામાં આવેલ નથી જેથી નારાજ થઈને કોર્પોરેટરો મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી નીકળી ગયા છે અને હવે 52 કોર્પોરેટરો તેઓનું નવું વ્હોટસએપ ગ્રુપ બનાવશે. તેવું ચર્ચાઇ રહ્યું છે.




Latest News