મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ કર્યું શ્રમદન બાળક બુધ્ધિ !: મોરબી મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબર રીમૂવ કરવા મુદ્દે કમિશનર-કોર્પોરેટરો આમને-સામને મોરબી IMAમાં નેતૃત્વ પરિવર્તન: પ્રેસિડેન્ટ ડૉ.રાજેશ ફલાડીયા-સેક્રેટરી ડૉ.ધર્મેશ ભાલોડિયા મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા પથ સંચલન યોજાયું મોરબીની વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે સાયન્સમાં સાથે ભણતા સહપાઠીઓનું સ્નેહમિલન યોજાશે હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું કરાશે લોકાર્પણ
Breaking news
Morbi Today

ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ કર્યું શ્રમદન


SHARE









ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ કર્યું શ્રમદન

​ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમાને હાર પહેરાવી કલેક્ટર સ્વપ્નિલ ખરે તથા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીશ્રીઓ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરી ભાવાંજલિ અર્પવામાં આવી હતી. પૂજ્ય બાપુના સ્વચ્છતાના સંદેશને સાર્થક કરવાના આશયથી 'સ્વચ્છતા હી સેવા' અભિયાન અંતર્ગત કલેક્ટરની ઉપસ્થિતિમાં અધિકારીઓ અને કર્મચારીઓએ શ્રમદાન કરીને સમગ્ર કલેક્ટર કચેરી પરિસરની સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરી હતી.

​આ ઉપરાંત, પરિસરની સ્વચ્છતા અને સુચારુ વહીવટી કામગીરીની સમીક્ષાના ભાગરૂપે કલેક્ટર દ્વારા કલેક્ટર કચેરીના રેકર્ડ રૂમની ખાસ મુલાકાત લેવામાં આવી હતી. જ્યાં તેમણે સરકારી રેકર્ડના યોગ્ય વર્ગીકરણ અને તેની જાળવણીની પદ્ધતિસર તપાસ કરી ઉપસ્થિત સ્ટાફને જરૂરી માર્ગદર્શક સૂચનાઓ આપી હતી. સાથે જ કલેક્ટરએ વોટર રૂમ તથા ટેરેસ સહિતના તમામ વિભાગીય વિસ્તારોનું નિરીક્ષણ કરી કચેરી પરિસરમાં સ્વચ્છતા તેમજ સુઘડતા જળવાઈ રહે તે માટેના નિર્દેશો કર્યા હતા.




Latest News