મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ કર્યું શ્રમદન બાળક બુધ્ધિ !: મોરબી મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબર રીમૂવ કરવા મુદ્દે કમિશનર-કોર્પોરેટરો આમને-સામને મોરબી IMAમાં નેતૃત્વ પરિવર્તન: પ્રેસિડેન્ટ ડૉ.રાજેશ ફલાડીયા-સેક્રેટરી ડૉ.ધર્મેશ ભાલોડિયા મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા પથ સંચલન યોજાયું મોરબીની વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે સાયન્સમાં સાથે ભણતા સહપાઠીઓનું સ્નેહમિલન યોજાશે હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું કરાશે લોકાર્પણ
Breaking news
Morbi Today

મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો


SHARE









મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો

મોરબી તાલુકાના નાની વાવડી ગામે રહેતા પરીવારની સગીર વયની દિકરીનું અપહરણ થતા પોલીસ ફરીયાદ નોંધાયેલ છે. નાની વાવડી ગામે રહેતા પરીવારની સગીરવયની દિકરીનું લગ્નની લાલચ આપી બદકામના ઈરાદે અપહરણ કરવા આવેલ છે. બનાવ સંદર્ભે ભોગ બનેલ સગીરાની માતા દ્વારા મોરબી તાલુકા પોલીસ મથકે આરોપી તરીકે હાર્દિક દિલીપભાઈ ચાવડા રહે. નીલકંઠ પાર્ક સોસાયટી વાવડી રોડ સામે ફરીયાદ નોંધાવવામાં આવેલ છે. તાલુકા પીઆઈ ઘેટીયા દ્વારા હાર્દિક ચાવડા સામે ફરીયાદ નોંધી ગુમ થયેલ સગીરાને શોધવા અને આરોપીને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે.

આરોપીની ધરપકડ
 રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડવા બાબતે દુકાનદારની દુકાન, ઘર, વાહન ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. જેની તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાયેલ હતી. આ બનાવમાં મોરબી તાલુકા પીએસઆઈ અંબારીયાએ અજય જગદીશ ચૌહાણ (31) રહે. રફાળેશ્વરની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

દાઝી જતા
 મોરબીના જેલ રોડ ઉપર આવેલ હોટલ ખાતે કામ દરમ્યાન ઈલે.શોર્ટ લાગ્યા બાદ ગરમ દાળનું કુકર શરીર ઉપર પડતા દાઝી ગયેલા અમૃતલાલ દેવાભાઈ વારનેસીયા (49) રહે.ગૌશાળા પાસે લીલાપર રોડને સારવારમાં આયુષ હોસ્પીટલે લઈ જવામાં આવ્યા હતા. જયારે શનાળા ગામે આવેલ જેનીસ કંપનીમાં સીડી ઉપરથી નીચે પડી જતા કમલ લખનભાઈ (23)ને ઈજાગ્રસ્ત હાલતમાં મોરબી અને બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયો હતો.

વાહન અકસ્માત
ઘુંટુ ગામ નજીક આવેલ રામકો સોસાયટીની પાસેથી પગપાળા જઈ રહેલ જાન્વીબેન જીજ્ઞેશભાઈ લખધીર (21) રહે.રામકો સોસાયટી અને પ્રિયાબેન રમેશભાઈ ઉચાસણા (19) રહે. રામકો સોસાયટીને અજાણ્યા બાઈકના ચાલકે હડફેટે લેતા બન્નેને ઈજા પામેલ હાલતમાં ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવી હતી.

બાળક સારવારમાં
મોરબીના નવલખી ફાટક પાસેના રણછોડનગરમાં રહેતા ગોકુલભાઈ મુછડીયાના ત્રણ વર્ષના પુત્ર આર્યનને ઘરે કાંઈક જીવજંતુ કરડી જતા આર્યનને સિવિલે સારવાર માટે ખસેડાયો હતો. જયારે સોખડા ગામે રહેતા રાજેશ બચુભાઈ સુરેલા (21) નામના યુવાને કંડલા બાયપાસ જુની આરટીઓ કચેરી પાસે મેલડી માતાના મંદિર નજીક કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને અત્રે આયુષ હોસ્પિટલે ખસેડાયો હતો. જાણ થતા તાલુકા પોલીસ મથકના એમ.પી.ઝાલાએ નોંધ કરી તપાસ કરી હતી.

ટંકારાના વિરપર ગામ રહેતા ભરતભાઈ રતાભાઈ બાવળીયા (39)ને ગામમાં કોઈ માણસે ધકકો મારતા પડી જતા ઈજા પામેલ હોય ભરતભાઈને અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો




Latest News