મોરબી નજીક બાઇક સાથે બાઇક આથડતા રસ્તા ઉપર નીચે પટકાયેલ 10 વર્ષની બાળકીનું મોત
મોરબી નજીક કારખાનામાં ટ્રકના તોતિંગ વ્હીલ ફરી જવાથી ઇજા પામેલા ક્લીનરનું સારવારમાં મોત
SHARE
મોરબી નજીક કારખાનામાં ટ્રકના તોતિંગ વ્હીલ ફરી જવાથી ઇજા પામેલા ક્લીનરનું સારવારમાં મોત
મોરબીની લીલાપર ચોકડી પાસે આવેલ પેપર મિલમાં વે બ્રિજ પાસે ટ્રક ઉભો રાખીને નીચે ઉતરવા જતા સમયે ક્લીનરનો પગ લપસી ગયો હતો જેથી તે નીચે પડ્યો હતો અને તેના ઉપરથી ટ્રક ફરી જવાના કારણે ક્લીનરને માથા તથા શરીરે ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી અને ટ્રકમાં ક્લીનર તરીકે કામ કરતો મોહમદઆલમ મકસુદ ટ્રક નંબર એમએચ 43 બીજી 2107 માં ક્લીનર તરીકે કામ કરતો હતો અને તે ટ્રકના ડ્રાઇવર મહેંદીહસન મહમદસમીમ ખાન હતા તેઓ ટ્રક લઈને મોરબીની લીલપર ચોકડી પાસે આવેલ પેપર મિલમાં આવ્યા હતા અને ત્યાં કમ્પાઉન્ડમાં આવેલ વે બ્રિજ પાસે વજન કરવા માટે ટ્રક ઉભો રાખ્યો હતો અને ટ્રકનો ક્લિનર મોહમદઆલમ ટ્રક ઉપરથી નીચે ઉતરવા જતો હતો ત્યારે તેનો પગ લગસી જવાના કારણે તે ટ્રકની નીચે પડી ગયો હતો ત્યારબાદ તેના માથા અને ડાબા હાથ ઉપરથી ટ્રક ફરી ગયો હતો જેથી તેને ગંભીર ઈજા થઈ હતી યુવાનને પ્રથમ સારવાર માટે મોરબીના રફાળેશ્વર ગામ પાસે આવેલ ખાનગી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા ત્યાર બાદ તેને વધુ સારવાર માટે લખનઉમાં આવેલ કિંગ જોર્જિયસ મેડિકલ યુનિવર્સિટી ગાંધી મેમોરિયલ એન્ડ એસોસીએટેડ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતુ જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે