મોરબી નજીક કારખાનામાં ટ્રકના તોતિંગ વ્હીલ ફરી જવાથી ઇજા પામેલા ક્લીનરનું સારવારમાં મોત
વાંકાનેરમાં ઘરમાં ગળાફાંસો ખાઈને મહિલાએ કર્યો આપઘાત: લજાઈ નજીક ઉમા સંસ્કાર ધામ ખાતે છાતી દુખાવો ઉપડયા બાદ યુવાનનું મોત
SHARE
વાંકાનેરમાં ઘરમાં ગળાફાંસો ખાઈને મહિલાએ કર્યો આપઘાત: લજાઈ નજીક ઉમા સંસ્કાર ધામ ખાતે છાતી દુખાવો ઉપડયા બાદ યુવાનનું મોત
વાંકાનેર શહેરની ભાટિયા સોસાયટીમાં મહિલાએ પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જ્યારે ટંકારાના લજાઈ ગામ પાસે આવેલ ઉમા સંસ્કાર ધામ ખાતે યુવાને છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ તેને સારવારમાં લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું હતું જે બંને બનાવની સ્થાનિક પોલીસે નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
વાંકાનેરમાં આવેલ ભાટિયા સોસાયટી ખાતે રહેતા નીલમબા નિર્મળસિંહ ઝાલા (30) નામની મહિલાએ પોતે પોતાના ઘરની અંદર હતી ત્યારે ત્યાં કોઈપણ કારણસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે મૂળ જોડિયા તાલુકાના જસાપર ગામના રહેવાસી અને હાલ ધ્રોલની જ્યોતિ પાર્ક સોસાયટીમાં રહેતા ભાવેશભાઈ રામજીભાઈ પનારા (45) ટંકારા તાલુકાના લજાઈ નજીક ઉમા સંસ્કાર ધામ ખાતે હતા ત્યારે તેઓને ત્યાં અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જેથી તેઓને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું જેથી આ બનાવની મૃતક યુવાનના ભાઈ પંકજભાઈ રામજીભાઈ પનારા (47) રહે. જસાપર તાલુકો જોડિયા વાળાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગાહી કાર્યવાહી હાથ ધરી છે