મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત ભુજ-દિલ્હી વચ્ચે 25 મી ઓકટોમ્બરથી વધુ એક ફ્લાઈટ શરૂ થશે: સાંસદ વિનોદભાઈ ચાવડા વાંકાનેરમાં સ્મશાનમાં દારૂ પીતા શખ્સોએ મારજુડ કરીને ત્રાસ આપતા આધેડે કર્યો આપઘાત: 6 સામે ફરિયાદ મોરબીમાં સામું જોવા બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં દુકાન સામે સુવાની ના પાડતા વેપારી યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં માતાએ ઠપકો આપતા એપાર્ટમેન્ટના ચોથા માળ ઉપરથી ઝંપલાવીને સગીરાએ કર્યો આપઘાત: હળવદના રણજીતગઢ ગામે ઝેરી જનાવર કરડી જતા પાંચ વર્ષની બાળકીનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ


SHARE









મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ ગુલાબનગરમાં ઓરડીની અંદર દારૂ બિયરનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 96 બોટલ દારૂ તથા 72 બિયરના ટીન મળી આવ્યા હતા જેથી 22,608 રૂપિયાની કિંમતના મુદ્દામાલને પોલીસે કબજે કર્યો છે જોકે રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોય પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીમાં આવેલ ગુલાબનગરમાં રહેતા તોફીક ઉર્ફે બોદુ સિકંદરભાઈ પામાની રહેણાક ઓરડીમાં દારૂનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત મળી હતી તેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 72 બિયરના ટીન જેની કિંમત 9072 તથા દારૂની નાની મોટી 96 બોટલો જેની કિંમત 13,536 આમ કુલ મળીને 22,608 ની કિંમતનો દારૂ બિયરનો જથ્થો કબજે કર્યો હતો જોકે, પોલીસે રેડ કરી હતી ત્યારે આરોપી હાજર ન હોય હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તોફીક ઉર્ફે સિકંદરભાઈ પામા રહે. ગુલાબનગર વાળાની સામે ગુનો નોંધીને પોલીસ આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News