મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત
પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો
SHARE
પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો
ઘણી વખત તપાસમાં રહી ગયેલી ક્ષતિના કારણે ગંભીર ગુનામાં આરોપીઓને સજા ન મળે તેવો ઘાટ સર્જાતો હોય છે ત્યારે સમગ્ર રાજ્યમાં પોક્સો, એનડીપીએસ વગેરે જેવા ગંભીર ગુનાઓમાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તેના માટે ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનારનું મોરબીમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ અધિકારીઓ, સરકારી વકીલો તથા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સહિત કુલ 150 જેટલા લોકો હાજર રહ્યાં હતા અને જુદાજુદા ગુનાની તપાસ દરમિયાન કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને સાચા આરોપીઓને સજા આપવા માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તેનું સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ નેક્સસ સિનેમાની બાજુમાં આવેલ હોટલ નેપ્ચ્યુન માનસિંહ ઈન ખાતે ગાંધીનગર ડી.ઓ.પી. કચેરી દ્વારા રાજકોટ ઝોનના લીગલ સેમીનારનું ગુજરાત રાજ્યના ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન અને રાજ્યના નિવૃત્ત ન્યાયધીશ અંબાલાલ આર. પટેલના અધ્યક્ષ સ્થાને આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબીના એસપી મુકેશ પટેલ, ડીવાયએસપી જે.એમ.આલ અને વિરલ દલવાડી તેમજ મોરબી, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ અધિકારીઓ, સરકારી વકીલો તથા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ હાજર રહ્યા હતા અને તેઓની હાજરીમાં ગુજરાતમાં પોકસો એનડીપીએસ એક્ટ વગેરે જેવા જે ગંભીર ગુનામાં કાયદાકીય કોઈપણ છટકબારીનો લાભ આરોપીને ન મળે અને વધુમાં વધુ કનેક્શન થાય તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ખાસ કરીને ગુનાની તપાસ દરમિયાન પોલીસ અધિકારીઓ દ્વારા કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને કેવી કેવી બાબતોની બેદરકારીના કારણે આરોપીઓને છટકબારીનો લાભ મળતો હોય છે તેના વિશે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ લીગલ સેમિનારમાં ખાસ કરીને અધિકારીઓ દ્વારા ગુનાના કામે રજૂ કરવામાં આવતા પંચનામાં, નકશા, સાક્ષીઓ ડાઇંગ ડેકલેરેશન વિગેરેમાં કઈ કઈ બાબતો મહત્વની હોય છે તેના ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રકારના લીગલ સેમીનારથી અધિકારીઓ તેઓને તપાસ દરમિયાન અને કોર્ટમાં જ્યારે કેસ ચાલે ત્યાં સુધીમાં કેવી મુશ્કેલીઓ પડતી હોય છે તેની માહિતી રજૂ કરી શકે છે સાથોસાથ એક મંચ ઉપર તમામ અધિકારીઓ એકત્રિત થાય તો કાયદા કાનુન અને વિવિધ કેસના ચુકાદાઓની ચર્ચા થાય છે જેનાથી ઘણી બધી માહિતીઓ જાણવા મળતી હોય છે મોરબીમાં યોજાયેલા કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી જિલ્લાના સરકારી વકીલ વિજયભાઇ જાની, મદદનીસ સરકારી વકીલ સંજયભાઈ દવે અને નીરજભાઈ કારિયા તથા તેઓના સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી