રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી


SHARE









મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી

મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિ મહોત્સવ માત્ર ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્સવ પૂરતો સીમિત ન રહેતા સમાજલક્ષી અને સેવાકીય પ્રવૃત્તિઓ માટે પણ મહત્વપૂર્ણ માધ્યમ બની રહ્યો છે. આ મહોત્સવ દરમિયાન મળતી દાનની રકમમાંથી વિવિધ શૈક્ષણિક, સામાજિક અને સેવાકીય કાર્યોમાં આર્થિક સહયોગ આપવામાં આવે છે.

મોરબી શ્રી ઉમિયા નવરાત્રિ મહોત્સવ દ્વારા શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ, મોરબી સંચાલિત શ્રી ઉમા સંસ્કાર ધામ, લજાઈ ખાતે ભોજનાલયના મુખ્ય દાતા તરીકે 51 લાખનું અનુદાન આપવામાં આવ્યું છે. તેમજ અમદાવાદ ખાતે વિદ્યાર્થી ભવનની બીજી વિંગના મુખ્ય દાતા તરીકે પણ 51 લાખનું અનુદાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત મોરબી જિલ્લાના કોઈપણ ગામમાં પટેલ સમાજવાડીના નિર્માણ માટે શ્રી ઉમિયા નવરાત્રિ મહોત્સવ દ્વારા 1,11,111નું કાયમી અનુદાન આપવામાં આવે છે. ટંકારા પટેલ સમાજવાડીના નિર્માણ માટે 11,11,111નું અનુદાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત જિલ્લાના અનેક ગામોમાં પટેલ સમાજવાડી માટે આર્થિક સહયોગ આપવામાં આવ્યો છે.

અનાથ દીકરીઓના શિક્ષણ માટે પણ સહયોગ

ગત વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી ઉમિયા નવરાત્રિ મહોત્સવ દ્વારા આઠમની મહાઆરતીના બોલમાંથી પ્રાપ્ત થનારી સમગ્ર રકમનો ઉપયોગ મોરબી જિલ્લાની અનાથ દીકરીઓના ભણતર માટે કરવામાં આવશે. ગત વર્ષે શ્રી ઉમિયા નવરાત્રિ મહોત્સવમાં આઠમની મહાઆરતીમાંથી પ્રાપ્ત રકમમાંથી મોરબી જિલ્લાની 101 અનાથ દીકરીઓને ભણતર માટે 21,000 ની સહાય આપવામાં આવી હતી, એટલે કે કુલ મળીને 21,21,000 ની શૈક્ષણિક સહાય કરવામાં આવી હતી.

16મા વર્ષે ભવ્ય નવરાત્રિ મહોત્સવ

 શ્રી ઉમિયા નવરાત્રિ મહોત્સવ દ્વારા આ વર્ષે 15 વર્ષ પૂર્ણ કરીને 16મા વર્ષમાં ભવ્ય નવરાત્રિ મહોત્સવનું આયોજન કર્યું છે મોરબીના લીલાપર કેનાલ રોડ ખાતે આવેલા રામકો રેસીડેન્સી ગ્રાઉન્ડ ખાતે ‘માં ઉમાનું આંગણું’ નામથી નવરાત્રિનું આયોજન થશે. અને 11 થી 19 ઓક્ટોબર સુધી નવરાત્રિ મહોત્સવમાં જાણીતા કલાકારો દ્વારા ગરબાની રમઝટ બોલાવવામાં આવશે. જેમાં ગાયક ઋષભ અગ્રાવત, સાધના ગોસ્વામી, નારાયણ ઠાકર અને પૂનમ ગઢવી સહિતના કલાકારો સંગીત અને ગરબાની પ્રસ્તુતિ આપશે.




Latest News