મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી
મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો
SHARE
મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો
મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા મુસ્કાન નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ કેટેગરીમાં મોટી સંખ્યામાં મહિલાઓ બાળકો સહિતનાઓએ ભાગ લીધેલ હતો અને ગરબાની તાલે ઝૂમી ઉઠ્યો હતો. આ કાર્યક્રમમાં આકર્ષક ઇનામો, નાસ્તા અને સરપ્રાઇઝ ગિફ્ટ્સની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. અને વિજેતાઓને આકર્ષક ઇનામો આપવામાં આવ્યા હતા તેમજ તમામ સહભાગીઓને મુસ્કાન તરફથી ભેટ આપવામાં આવી હતી. આ મુસ્કાનમાંથી કોઈ મુસ્કાન વગર પાછું નથી ફરતું! આ વાતને સાર્થક કરતાં દરેક સહભાગીના ચહેરા પર ખુશી અને મુસ્કાન જોવા મળી હતી આ સફળ આયોજન માટે તમામ સ્પોન્સર્સ, જજીસ તથા તમામ સહયોગીઓનો મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ આભાર વ્યક્ત કર્યો હતો. આ સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓમાં આર્થિક સહયોગ આપવા ઇચ્છુક લોકો +91 90169 76954 પર સંપર્ક કરી શકે છે. તેવું આયોજકોએ જણાવ્યુ હતું.