ટંકારાના ધ્રોલિયા ગામના પાટીયા પાસે ઇકો ગાડી સીએનજી રીક્ષામાં અથડાતાં ઇજા પામેલા 3 વ્યક્તિ સારવારમાં
SHARE
ટંકારાના ધ્રોલિયા ગામના પાટીયા પાસે ઇકો ગાડી સીએનજી રીક્ષામાં અથડાતાં ઇજા પામેલા 3 વ્યક્તિ સારવારમાં
ટંકારા તાલુકાના ધ્રોલિયા ગામના પાટીયા પાસેથી સીએનજી રીક્ષા પસાર કરી હતી ત્યારે ઇકો ગાડીને ચાલકે પાછળથી રિક્ષાને ટક્કર મારી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો આ બનાવમાં રીક્ષા ચાલક સહિત કુલ ત્રણ વ્યક્તિઓને ઇજા થઇ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ઇકો ગાડીના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
ટંકારામાં આવેલ સંધિવાસ ખાતે રહેતા તોફિકભાઈ હબીભાઈ માંડવીયા (32)એ હાલમાં ઇકો ગાડી નંબર જીજે 16 બીજી 0731 ના ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ટંકારા તાલુકાના ધ્રોલિયા ગામના પાટીયા પાસેથી ફરિયાદી અને શાહેદો સીએનજી રીક્ષા નંબર જીજે 36 ડબલ્યુ 5912 માં નેકનામથી ટંકારા આવતા હતા દરમિયાન ઇકો ગાડીના ચાલકે બેફિકરાયથી પોતાનું વાહન ચલાવીને ફરિયાદીના હવાલા વાળી રિક્ષામાં પાછળથી ઈકો ગાડી અથડાવી હતી જેથી અકસ્માત થયો હતો આ બનાવમાં ફરિયાદીને મુંઢ ઇજા થઈ હતી તથા સાહેદ સાહિલભાઈને કપાળ તથા દાઢીના ભાગે અને સાહેદ અકરમભાઈને કમરના મણકામાં ઇજાઓ થઈ હોવાથી તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
આરોપી પકડાયો
મહારાષ્ટ્રના જલગાવમાં આવેલ પારોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અપહરણ થયું હતું.જે ગુનામાં સંડોવાયેલ આરોપી મોરબી હોવાની બાતમી મળતા પારોલા પોલીસ સ્ટેશનનો સ્ટાફ મોરબી આવ્યો હતો.અને મોરબીમાં આવેલ નેહા ટાઇલ્સ નામના કારખાના પાસેથી મળી આવેલ ગોકુલભાઇ સુદામાભાઈ દડવી (40) રહે.ઢોળી પાપેલા જલગાવ મહારાષ્ટ્રને પકડ્યો હતો અને તેને તપાસના કામે મહારાષ્ટ્ર લઈ જવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવેલ છે.