અર્વાચિન ડાંડિયા રસના ક્રેઝ વચ્ચે 144 વર્ષ પછી પણ મોરબીના માધાપરની ગરબીનો દબદબો યથાવત તો હળવદમાં બે જુથ વચ્ચે મારા મારીનો બનાવ ન બન્યો હોત હળવદમાં વાહન સામસામે આવી જવાની બાબતમાં બે જુથ વચ્ચે લાકડી, પાઇપ અને ધારિયાથી મારા મારી: હવે સામસામે ફરિયાદ મોરબી સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ ટંકારાના ધ્રોલિયા ગામના પાટીયા પાસે ઇકો ગાડી સીએનજી રીક્ષામાં અથડાતાં ઇજા પામેલા 3 વ્યક્તિ સારવારમાં મોરબીમાં સગીરાના અપરણ-દુષ્કર્મના ગુનામાં આરોપી જેલ હવાલે  ટંકારાના વીરપર પાસે જમવા માટે ગયેલા યુવાન ઉપર હોટલ વાળાએ કર્યો છરી વડે હુમલો વાંકાનેરના મેસરીયામાં ઝઘડાનો ખાર રાખીને પાઇપ મારીને યુવાનનું માથું ફાડી નાખ્યું: મહિલા સહિત 4 સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબી સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ


SHARE









મોરબી સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા મજુર પરિવારની સગીર દીકરીનું અજાણ્યા ઇસમ દ્વારા અપહરણ કરવામાં આવેલ છે.જેથી કરીને પોલીસને જાણ કરવામાં આવતા બી ડિવિઝન પોલીસ દ્વારા ગુનો નોંધીને સગીરાને શોધવા તજવીજ શરૂ કરવામાં આવી છે.પ્રાપ્ત માહિતી પ્રમાણે મોરબીના સામાકાંઠે આવેલા જુલતા પુલ નજીક રહી મજૂરી કામ કરતા અને મૂળ દાહોદના પરિવારની સોળ વર્ષની દીકરીનું અજાણ્યા શખ્સ દ્વારા અપહરણ કરવામાં આવેલ છે.ગત તા.૨૬-૯ ના રાત્રિના ૧૧ વાગ્યાના અરસામાં દીકરીનું અપહરણ થયું હોય ઘરમેળે શોધ કરવા છતાં દિકરીનો પતો ન લાગતા અંતે પોલીસમાં જાણ કરાતા હાલ અજાણ્યા ઇસમની સામે અપહરણનો ગુનો દાખલ કરાયો છે.જેની તપાસ પીએસઆઇ સિંધવ ચલાવી રહ્યા હાવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

લૂંટના ગુનામાં ધરપકડ

મોરબી એલસીબી સ્ટાફે લૂંટના ગુનામાં ફરાર આરોપી રણમલ ઉર્ફે મુખી દિલાવર સામતાણી (૪૩) રહે.ગોસિયા મસ્જિદ પાસે ખીરઇ તા.માળીયા મીંયાણા જિલ્લો મોરબીને પકડ્યો હતો અને હાલ તાલુકા પોલીસ હવાલે કરતા પીએસઆઇ સોંદરવા દ્વારા તેની લૂંટના ગુનામાં અટકાયત કરવામાં આવી હતી.તેમજ મોરબીમાં છેલ્લા કેટલાક સમયથી દારૂના ગુનામાં ફરાર આરોપી રમેશભાઇ શ્યામભાઇ હાટે મરાઠી સોનાર (૫૫) રહે.ઘાટકોપર ચિરાગનગર ક્રિષ્નાબાઇ વસંત હાટે ચાલ જૂની મુંબઈ મહારાષ્ટ્ર હાલ રહે. નારાયણનગર સુજઇ હોટલની પાછળ હોન્ડા વિસ્તાર નોર્થ ગોવા વાળાનો તાલુકા પીએસઆઇ એચ.એસ.ભટ્ટ દ્રારા મોરબી જેલમાંથી કબ્જો લઈને તેની દારૂના ગુનામાં અટકાયત કરવામાં આવી હતી.

દવા પી જતા યુવાન સારવારમાં

માળીયા મિંયાણાના વવાણીયા ગામે રહેતા રહીમ સુમારભાઈ સોતા નામના ૪૦ વર્ષના યુવાને બરવાળા અને લૂંટાવદર ગામના રસ્તે કોઈ અગમ્ય કારણોસર વધુ પડતી પેઇનકિલર ટીકડીઓ ખાઈ લીધી હતી જેથી તેને ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લાવવામાં આવ્યો હતો.મોરબીમાં ઇલેક્ટ્રીક શોટથી આગ લાગવાનો બનાવ બન્યો હતો જે બનાવ અંગે વિમલભાઈ મૂળવંતરાય શાહ (૫૨) રહે.આદિનાથ સોસાયટી કાયાજી પ્લોટ શનાળા રોડ એ પોલીસમાં જાણ કરી હતી અને આગ ઇલેક્ટ્રિક શોટ સર્કીટને લીધે લાગી હોય નુકસાની થવા અંગે જાણ કરતા મોરબી એ ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા નોંધ કરી આગળની તપાસ કરવામાં આવી હતી.

દવા પી લેતા બાળકી સારવારમાં

મોરબીના ટંકારા તાલુકામાં આવેલા ઘુનળા (ખાનપર) ગામે વાડી વિસ્તારમાં રહી મજૂરી કામ કરતા પરિવારની રવિના કલમાભાઈ બાબરીયા નામની ૧૨ વર્ષની બાળકીએ કોઇ કારણસર ઝેરી દવા પી લેતા સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી.જ્યારે હળવદના રણછોડગઢ ગામે રહેતા મુન્નાભાઈ કાળુભાઈ ડઢૈયા નામનો ૪૦ વર્ષનો યુવાન બાઇક લઈને સુંદરગઢથી કડીયાણા ગામ બાજુ જતો હતો.ત્યારે રસ્તામાં કડીયાણા નજીક બાઇકની સાથે ગાય અથડાવાનો અકસ્માત બનાવ બન્યો હતો જેમાં મુન્નાભાઇને ઈજા થઈ હોય પ્રથમ ચરાડવા ખાતે અને બાદ વધુ સારવાર માટે અત્રેની આયુષ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો તેમ પોલીસ સૂત્રોએ જણાવેલ છે.




Latest News