અર્વાચિન ડાંડિયા રસના ક્રેઝ વચ્ચે 144 વર્ષ પછી પણ મોરબીના માધાપરની ગરબીનો દબદબો યથાવત
SHARE
અર્વાચિન ડાંડિયા રસના ક્રેઝ વચ્ચે 144 વર્ષ પછી પણ મોરબીના માધાપરની ગરબીનો દબદબો યથાવત
વર્તમાન સમયમાં અર્વાચિન ડાંડિયા રસનો ક્રેઝ વધી ગયો હોવાથી ભક્તિ કરતા મોજ શોખનો તહેવાર નવરાત્રી બની ગયો હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે તેવા સમયે મોરબીના માધાપર વિસ્તારોમાં આજની તારીખે પણ 144 વર્ષથી પણ જુની પ્રાચીન ગરબીનો દબદબો જોવા મળી રહ્યો છે અને ગરબે ઘૂમતી બાળાઓને જોવા માટે મોરબીવાસીઓ પણ ઉમટી પડતા હોય છે
નવરાત્રીમાં દિવસેને દિવસે શેરી ગરબા, ગરબી વિગેરેનું મહત્વ ઘાટતુ જાય છે ત્યારે ગરબી અને પ્રાચીન સાંસ્કુતિ જળવાઈ રહે તે માટે મોરબી શહેર સહિતના વિસ્તારોમાં ગરબી મંડળોના આયોજકો દ્વારા અને ખાસ કરીને ગરબીમાં રેહતી બાળાઓ ખુબ જ મેહનત કરવામાં આવી રહી છે તેમા શંકાને કોઇ સ્થાન નથી મોરબીના માધાપર વિસ્તાર પ્રાચીન ગરબી કરે છે જેને લોકો અચુક જોવા માટે ઉભા રહે છે તેવી ગરબી કરવામાં આવી રહી છે અને શહેરની આ 144 વર્ષ જુની ગરબી છે જેમાં માત્ર હિન્દુ જ નહિ પરંતુ મુસ્લિમ બાળાઓ પણ માતાજીના ગરબા પર અવનવા રાસ રજુ કરતી હોય છે તેવી માહિતી ગરબીની આયોજક ટીમના સભ્ય નિર્મલાબેન હડિયલ દ્વારા આપવામાં આવી હતી
વધુમાં માધાપર ગરબી મંડળના પ્રમુખ મોતીભાઈ પરમારએ જણાવ્યુ હતું કે, માઁ શક્તિના ચાચર ચોકમાં 20 જેટલા અવનવા રાસ જુદાજુદા ગ્રુપમાં 260 જેટલી બાળાઓ દ્વારા રજૂ કરવામાં આવે છે. અને માધાપરની પ્રાચીન ગરબીમાં કોઈપણ પ્રકારની જકામજોડ કરવામાં આવતી નથી અને આજની તારીખે દેશી વાજિંત્રો તબલા, હર્મોન્યમ, દોકડ, મંજીરા, ઢોલ વિગેરેનો ઉપયોગ કરીને ગરબીની જમાવટ કરવામાં આવે છે આટલું જ નહિ આ ગરબીની બીજીએ પણ વિશેષતા છે કે ગરબા ગાવા માટે બહારથી કોઈ ગાયકને બોલાવવામાં આવતા નથી અને વાજીંત્રો વગાડવા માટે પણ કોઇને બાલાવતા નથી આ વિસ્તારમાં જ રેહતા પરિવારની બહેન, દિકરીઓ કે પછી પુત્રવધુઓ દ્વારા માતાજીના ગરબા ગાવામાં આવે છે જેને તાલ આ વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારના કલાકારો દ્વારા કોઇપણ ચાર્જ લીધા વગર વાંજીંત્ર વગાડીને આપવામાં આવે છે
આ પ્રાચીન ગરબીમાં બાળાઓ દ્વારા અવનવા રાસની રામઝટ બોલાવવામાં આવતી હોય છે અને તે તૈયાર કરવા માટે એક મહિના પહેલાથી તૈયારીઓ શરૂ કરવામાં આવે છે તેમજ દાતાઓ તરફથી ગરબીના આયોજકોને ગરબીના આયોજન તેમજ લહાણી માટે છુટા હાથે દાન દેવામાં આવે છે આ ગરબીમાં જયારે બાળાઓ દ્વારા ધુણીયો રાસ, અઘોર નગારા રાસ વિગેરે રાસ રજુ કરવામાં આવતા હોય છે તે જોયને હાજર રહેલા લોકો બોલી ઉઠતા હોય છે કે “આને કેહવાય માતાજીની સાચી ભક્તિ અને સાચી આરાધના બાકી તો નવરાત્રીમાં લખલૂટ ખર્ચા લોકો દ્વારા કરવામાં આવે છે પરંતુ ત્યાં ભક્તિ અને આરાધનાનો છેદ ઉડી જ જય છે
શહેરના જુદાજુદા વિસ્તારમાં પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે જેમા બાળાઓ દ્વારા ગરબા લેવામાં આવતા હોય છે ત્યારે અર્વાચીન રાસોત્સવમાં રૂપિયા ખર્ચીને જવાના બદલે મોરબીના દરેક વિસ્તારમાં યોજાતી પ્રાચીન ગરબીમાં રાસની રમઝટ જોવા માટે લોકો ઉમટી પડતા હોય છે અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબીમાં અર્વાચીન ડાંડિયા રાસના આયોજનો છેલ્લા ઘણા વર્ષોથી થાય છે પરંતુ આજની તારીખ પ્રાચીન ગરબીઓએ તેનું મહાત્મય અને મહત્વ ઘટ્યું નથી તે હક્કિત છે