અર્વાચિન ડાંડિયા રસના ક્રેઝ વચ્ચે 144 વર્ષ પછી પણ મોરબીના માધાપરની ગરબીનો દબદબો યથાવત
મોરબી એલસીબીની ટીમે સ્પેશિયલ ડ્રાઇવમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા ત્રણ આરોપી ઝડપી લીધા
SHARE
મોરબી એલસીબીની ટીમે સ્પેશિયલ ડ્રાઇવમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા ત્રણ આરોપી ઝડપી લીધા
મોરબી જિલ્લામાં ગુનાઓ આચરી પોલીસની પકડથી દૂર રહેતા નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા જિલ્લા પોલીસ દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી દરમ્યાન એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે અસરકારક કામગીરી કરી અલગ-અલગ ત્રણ ગુનાઓમાં નાસતા ફરતા ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. અને ઝડપાયેલા આરોપીઓને વધુ કાર્યવાહી માટે સંબંધિત પોલીસ મથકોને સોંપવામાં આવ્યા છે.
રેન્જ આઈજીની સૂચના મુજબ અને એસપીના માર્ગદર્શન હેઠળ તા. 1 થી 15 ઓક્ટોબર સુધી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન દરમ્યાન મોરબી જિલ્લા એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમો દ્વારા ટેકનિકલ માધ્યમો, બાતમીદારો અને મળેલી હકીકતોના આધારે આરોપીઓના સંભવિત સ્થળોએ તપાસ કરી હતી અને ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. હાલમાં હળવદ, માળિયા અને મોરબી તાલુકાના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને પકડવામાં આવેલ છે જેમાં હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં નાસતા ફરતા આરોપી પ્રશાંતભાઈ નટવરભાઈ ચાવડાને ચરાડવા ગામેથી ઝડપી પાડી હળવદ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે જ્યારે માળિયા (મીં) પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દારૂના ગુનામાં નાસતા ફરતા આરોપી તૈયબભાઈ ગુલામમામદ માણેકને મોરબીના વીસીપરામાંથી ઝડપી લઈને માળિયા તાલુકા પોલીસને સોંપવામાં આવેલ છે અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દારૂના ગુનામાં નાસતા ફરતા આરોપી ઇકબાલ વલીમામદભાઈ કટારીયાને ટંકારાની લતીપર ચોકડી પાસેથી ઝડપી લઈને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન હવાલે કરવામાં આવેલ છે. આ કામગીરી મોરબી એલસીબીના પીઆઇ એસ.પી. જાડેજાની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
જાહેરનામા ભંગની ફરિયાદ
વાંકાનેરની ઢુવા ચોકડી પાસે ભવાની હોટલની બાજુમાં આવેલ ઓમ સાઈ સ્પાના મેનેજર દ્વારા પોતાને ત્યાં કામ કરતાં વર્કરોની માહિતી પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી ન હતી અને સીસીટીવી કેમેરામાં નિયમ મુજબનું રેકોર્ડિંગ રાખવામાં આવતું ન હતું જેથી પોલીસ દ્વારા સપના સંચાલક જીગાભાઈ રામજીભાઈ ડાભી (20) રહે. નવા ઢુવા તાલુકો વાંકાનેર વાળાને પકડીને તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાહેરનામા ભંગનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે