હળવદમાં સગીરાને અવાવરુ જગ્યાએ લઈ જઈને અજાણ્યા શખ્સે છરી બતાવીને કપડાં કાઢવા માટે ધમકાવી ! મોરબીના ગુંગણ ગામે ટ્રેકટર-રોટાવેટર વચ્ચે દબાઈ જવાથી યુવાનનું મોત મોરબીના રવાપર ગામે ઘરે ચક્કર આવતા પડી ગયેલ મહિલાનું મોત મોરબી એલસીબીની ટીમે સ્પેશિયલ ડ્રાઇવમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા ત્રણ આરોપી ઝડપી લીધા અર્વાચિન ડાંડિયા રસના ક્રેઝ વચ્ચે 144 વર્ષ પછી પણ મોરબીના માધાપરની ગરબીનો દબદબો યથાવત તો હળવદમાં બે જુથ વચ્ચે મારા મારીનો બનાવ ન બન્યો હોત હળવદમાં વાહન સામસામે આવી જવાની બાબતમાં બે જુથ વચ્ચે લાકડી, પાઇપ અને ધારિયાથી મારા મારી: હવે સામસામે ફરિયાદ મોરબી સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ
Breaking news
Morbi Today

મોરબીના ગુંગણ ગામે ટ્રેકટર-રોટાવેટર વચ્ચે દબાઈ જવાથી યુવાનનું મોત


SHARE









મોરબીના ગુંગણ ગામે ટ્રેકટર-રોટાવેટર વચ્ચે દબાઈ જવાથી યુવાનનું મોત

મોરબીના ગુંગણ ગામે યુવાન ખેતરે રોટાવેટર સાથે કામ કરી રહ્યો હતો તેવામાં કોઈ કારણોસર રોટવેટર અને ટ્રેક્ટરની વચ્ચે તે યુવાન દબાઈ ગયો હતો જેથી યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લાવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ગુંગણ ગામે રહેતો જયપાલસિંહ જયેન્દ્રસિંહ જાડેજા (20) નામનો યુવાન ખેતરે ટ્રેક્ટર અને રોટાવેટરથી કામ કરી રહ્યો હતો દરમિયાન કોઈ કારણોસર ટ્રેક્ટર અને રોટાવેટરની વચ્ચે દબાઈ જવાના કારણે તે યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતુ ત્યારબાદ તે મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસ અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મારામારીમાં ઈજા

મોરબી રવાપર રોડ કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા અનિલભાઈ ગીરીશભાઈ સોલંકી નામના ૪૨ વર્ષના યુવાનને રવાપર રોડ આરડીસી બેંક નજીક મારામારીમાં ઇજા થતા સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના પંચાસર ગામે રહેતા જોત્સનાબેન ગોપાલસિંહ રાઠોડ નામના મહિલાને પંચાસર ચોકડી ખાતે વાહન અકસ્માત બનાવમાં ઇજા થયેલી હોય સારવાર માટે દવાખાને લાવવામાં આવ્યા હતા.મોરબીના સામાકાંઠે નજરબાગ પાસે અજાણ્યા માણસ દ્વારા ધક્કો મારવામાં આવતા પડી જતા જીતેન્દ્રભાઈ અમરશીભાઈ જાદવ (૩૭) ને ૧૦૮ વડે સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો. તેમજ મોરબીના સામાકાંઠે કુબેર ટોકીઝ પાછળના વિસ્તારમાં રહેતા કાજલબેન સુરેશભાઈ પરમાર નામની ૨૦ વર્ષીય મહિલાને ઘરે પતિ દ્વારા માર મારવામાં આવતા સિવિલે સારવાર માટે લઈ જવામાં આવી હતી.તેમ પોલીસ સૂત્રોએ જણાવેલ છે.




Latest News