મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત


SHARE









મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત

મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ભરતનગર ગામ પાસે કારમાં પંચર પડ્યું હોય બે યુવાન કારના ટાયરમાં હવા ભરતા હતા ત્યારે પાછળથી આવી રહેલ બલેનો ગાડીના ચાલકે બંને યુવાન અને તેની કારને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં બંને યુવાનોને ઇજા થઈ હતી અને કારમાં નુકસાની થઈ હતી જો કે, અકસ્માત સર્જીને બલેનો ગાડીનો ચાલક પોતાનું વાહન લઇને નાસી ગયો હતો જેથી ઇજા પામેલા યુવાને સારવાર લીધા બાદ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

રાજકોટમાં મેટોડા જીઆઇડીસી ગેટ નં 3 પાસે આવેલ મારુતિ પાર્કમાં રહેતા રાહુલભાઈ કિરણભાઈ સવાસડીયા (25)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બલેનો કાર નંબર જીજે 4 પી 2419 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ભારતનગર ગામ પાસેથી ફરિયાદી તથા સાહેદ ચેતનસિંહ ગુલાબસિંહ જાડેજા બંને સ્વિફ્ટ ગાડી નંબર જીજે 3 પીએમ 4004 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓની ગાડીમાં પંચર પડી જતા ટાયરમાં તેઓ પંપથી હવા ભરતા હતા દરમિયાન આરોપીએ પોતાના હવાલા વાળી બલેનો ગાડી બેફિકરાયથી ચલાવી હતી અને ફરિયાદી તથા સાહેદને તથા તેઓની કારને હડફેટે લીધા હતા જે બનાવમાં ફરિયાદીને જમણા હાથમાં ઇજા થઈ હતી જ્યારે સાહેદ ચેતનસિંહને ડાબા હાથ તથા છાતીના ભાગે ઇજા થઈ હતી અને કારમાં નુકસાની થયેલ છે જો કે, અકસ્માત સર્જીને બલેનો ગાડીનો ચાલક પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી ગયેલ હોય હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

છરી વડે હુમલો

મોરબીના મકનસર ગામે રહેતા જીતુભાઈ નારણભાઈ જામ નામના યુવાન ઉપર પ્રેમજીનગર વિસ્તારમાં નીતિન પરમાર નામના વ્યક્તિ દ્વારા છરી-ધોકા વડે હુમલો કરી માર મારવામાં આવતા જીતુભાઈને સિવિલે સારવારમાં લઇ જવાયો હતો. જ્યારે મોરબીના વનાળીયા ગામે કરીમભાઇની વાડીએ રહી વાડી વિસ્તારમાં કામ કરતા પરિવારના વિષ્ણુ પપ્પુભાઈ બીલવા નામના ૧૩ વર્ષના બાળકને સાપ કરડી જતા સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો.તેમજ મોરબીના માળિયા હાઇવે ઉપર કે.કે.હોટલ પાસે બોલેરો ચાલકે હડફેટે લેતા કેતનસિંહ ગુલાબસિંહ જાડેજા (૩૫) રહે નાના ઇંટવા તા.પડધરી રાજકોટને ઈજા થઈ હોય અહિંની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.




Latest News