મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત
મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે
SHARE
મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે
મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ શિવમ હોલની પાછળના ભાગમાં સાગર પ્લાસ્ટિક નામના બંધ કારખાનામાં સ્થાનિક પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપર ઘર વપરાશના ગેસના બાટલામાંથી અન્ય લોકોના જીવ જોખમમાં મુકાઇ તેવી રીતે ગેસના ખાલી બાટલામાં રીફીલિંગ કરવામાં આવતું હતું જેથી 54 ગેસના બાટલા, રીક્ષા, એક્ટિવા, 3 મોબાઇલ ફોન, રોકડા રૂપિયા આમ કુલ મળીને 2.46 લાખથી વધુની કિંમતના મુદ્દામાલ સાથે હાલમાં પોલીસે ત્રણ સગા ભાઈની ધરપકડ કરી છે અને વધુ એક શખ્સનું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે
મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના પંચાસર રોડ પર આવેલ શિવમ હોલની પાછળના ભાગમાં સાગર પ્લાસ્ટિક નામના બંધ કારખાનામાં ઘર વપરાશના રાંધણ ગેસના ભરેલા બાટલા લઈ આવીને તેમાંથી ખાલી બાટલામાં ઇલેક્ટ્રીક મોટર, નળી અને નોઝલની મદદથી રીફિલિંગ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું જેથી પોતાની તેમજ અન્ય લોકોની જિંદગી જોખમાય તેવું કૃત્ય કરવામાં આવતું હતું અને ગ્રાહકોના ગેસના બાટલામાંથી ગેસ રિફિલિંગ માટે કાઢી લઈને ગ્રાહકોની સાથે વિશ્વાસઘાત કરવામાં આવતો હતો જેથી પોલીસે સ્થળ ઉપરથી અલગ અલગ કંપનીના કુલ મળી 54 ગેસના બાટલા જેની કિંમત 99 હજાર રૂપિયા, છકડો રીક્ષા નંબર જીજે 3 વી 5868 જેની કિંમત 50,000 રૂપિયા, રિફિલિંગ માટે ઉપયોગમાં લેવામાં આવતી ઈલેક્ટ્રીક મોટર, નળી અને નોઝલ જેની કિંમત 5,000 રૂપિયા, એક વજન કાંટો જેની કિંમત 3,000, રોકડા રૂપિયા 8,800, એકટીવા નં જીજે 36 એક્યૂ 5984 જેની કિંમત 50,000 રૂપિયા તથા 30,000 રૂપિયાની કિંમતના 3 મોબાઈલ ફોન અને અન્ય મુદ્દામાલ મળીને કુલ 2,46,600 નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સ્થળ ઉપરથી આરોપી યશ મનોજભાઈ ચૌહાણ (19), અમીરભાઈ મનોજભાઈ ચૌહાણ (31) અને ધવલભાઈ મનોજભાઈ ચૌહાણ (21) રહે. બધા પારેખ શેરી મોરબી વાળાની ધરપકડ કરી હતી અને પ્રાથમિક પૂછપરછમાં પ્રવીણભાઈ મનસુખભાઈ સારલા રહે. યમુનાનગર મોરબી વાળાનું નામ સામે આવ્યું હોય ચારેય સામે ગુનો નોંધીને ચોથા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મહિલા સારવારમાં
મોરબીના નવલખી ફાટક પાસેથી વહેલી સવારે પગપાળા જઈ રહેલા ક્રિષ્નાબેન કુંદનભાઈ મારવાડી (૪૫) રહે. મણીનગર અમદાવાદને અજાણ્યા રીક્ષાના ચાલકે ટક્કર મારતા ઇજા પામ્યા હોય ક્રિષ્નાબેનને અત્રેની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમજ હળવદના સુંદરગઢ ગામે વસંતબેન નામના મહિલાને કોઈ કાળા કલરની અજાણી કારના ચાલકે હડફેટે લીધા હોય વસંતબેનને ૧૦૮ વડે અહિંની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.મોરબી પોલીસ દ્વારા આ બનાવ અંગે નોંધ કરીને વધુ તપાસ માટે હળવદ પોલીસને જાણ કરી હતી.
આરોપી પકડાયો
મધ્યપ્રદેશના ધાર જિલ્લાના તિરલા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અપહરણનો બનાવ બન્યો હતો.જેની તપાસમાં ત્યાંના પીએસઆઇ ફુલકુંવરસિંહ સિસોદિયા તથા રવિભાઈ ખરાડી બાતમીના આધારે મોરબી આવ્યા હતા અને મોરબી તાલુકા સાદુરકા ગામેથી અપહરણના ગુનાનો આરોપી જીવણ નંદરામ કટારા (૨૫) ધંધો ડ્રાઇવિંગ હાલ રહે. સાદુરકા તા.મોરબી મૂળ ખમાણીયા તા.સરદારપુર જી.ધાર મધ્યપ્રદેશને હસ્તગત કરીને તપાસના કામે સાથે લઈ ગયા હોવાનું મોરબી પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.