મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો


SHARE









તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો

વાંકાનેર નવા વઘાસીયા ગામે રહેતી મહિલા સાથે તેના પતિએ ઘરે આવીને “તું કોઈ કામ કરતી નથી” તેવું કહીને બોલાચાલી કરી હતી અને ઝઘડો કર્યો હતો ત્યારબાદ મહિલાને માથા, હાથ અને શરીરે લોખંડના પાઇપ વડે માર મારીને ઈજા કરી હતી તેમજ મહિલાને તેના પતિ તથા સાસુએ ગાળો આપી હતી જેથી ભોગ બનેલ મહિલા દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.

વાંકાનેરના નવા વઘાસીયા ગામે રહેતા અમિતાબેન અશોકભાઈ સોલંકી (44)એ હાલમાં તેના પતિ અશોકભાઈ અમરસીભાઈ સોલંકી અને સાસુ સોમીબેન અમરસીભાઈ સોલંકી રહે. બંને નવા વઘાસિયા વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, તેઓના પતિએ ઘરે આવીને કહ્યું હતું કે “તું કોઈ કામ કરતી નથી” અને ત્યાર બાદ બોલાચાલી-ઝઘડો કર્યો હતો અને લોખંડના પાઇપ વડે ફરિયાદીને શરીરે અને માથાના ભાગે માર મારીને ઈજા કરી હતી અને ડાબા હાથમાં ફ્રેકચર જેવી ઇજા કરેલ હતી અને ફરિયાદીને તેના પતિ તથા સાસુએ જેમ ફાવે તેમ ગાળો આપી હતી જેથી છેલ્લા ઘણા સમયથી શારીરિક માનસિક દુઃખ ત્રાસ આપતા પતિ અને સાસુની સામે પરિણીતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મહિલા સારવારમાં

મોરબીના રવાપર રોડ ખાતે આવેલ ટીટબીટ સેન્ડવીચ પાસે રસ્તો ક્રોસ કરી રહેલા નીતાબેન મેઘાભાઈ બારૈયા (૩૨) રહે. ગોરડી જી.ભાવનગરને અજાણ્યા બાઇકના ચાલકે હડફેટે લીધા હતા.જેથી ઇજાગ્રસ્ત નીતાબેન બારૈયાને સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.તેમજ મોરબી-રાજકોટ હાઇવે ઉપર મીતાણા પાસેના પ્રભુનગર ખાતે રહેતા ભગુભાઈ સીદાભાઈ ગોગરા નામના ૭૦ વર્ષના વૃદ્ધ મિતાણા પાસે આવેલ ફ્લેવર બાઇટ નામના કારખાના પાસે રોડ ક્રોસ કરતા હતા ત્યારે તેઓને અકસ્માત બનાવમાં ઈજા થયેલી હોય અહીંની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

યુવાન સારવારમાં

મોરબીના માળિયા તાલુકાના વવાણીયા ગામે કાસમપીરનો મેળો ભરાય છે ત્યાં અકસ્માત બનાવમાં ઇજાગ્રસ્ત થયેલા દાઉદભાઈ અસગરભાઈ બુચળ (૨૪) રહે.કંડલા ઝૂંપડપટ્ટી વિસ્તાર ગાંધીધામ (કચ્છ) ને ઇજા પામેલ હાલતમાં સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબી મચ્છીપીઠ વિસ્તાર પાસે રહેતો જયેશ લાભુભાઈ દેગામા (૩૭) નામના યુવાનને ઘર નજીક હતો ત્યાં મારામારીના બનાવમાં ઈજા થયેલ હોય સારવાર માટે દવાખાને લાવવામાં આવ્યો હતો.




Latest News