મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું


SHARE









મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું

મોરબીમાં આવેલ પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિદ્યાર્થીઓની સુખાકારી માટે અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવે છે, અવારનવાર નિદાન કેમ્પ કરવા, દ્રષ્ટિની ચકાસણી કરી નંબર ચેક કરવા,બ્લડ ગૃપિંગ કરવું વગેરે વિદ્યાર્થીઓની આરોગ્ય ચકાસણી અને જાળવણી માટેના કાર્યક્રમોની જેમ રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમના ભાગરૂપે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બગથળાની ડોકટર ટીમ દ્વારા પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાની ધો.6 થી 8 ની 200 જેટલી બાળાઓના વજન ઉંચાઈ ચેક કરી હિમોગ્લોબિન ચેક કરી જરૂરીયાતવાળી દિકરીઓને જરૂરી ટેબ્લેટ આપી હતી અને બાલવાટીકાથી ધો.5 ની બાળાઓના વજન ઉંચાઈ ચેક કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું વ્યવસ્થાપન ચાંદનીબેન સાંણજા, જયેશભાઈ અગ્રાવત, દિનેશભાઈ સાવરિયા, ઉપેન્દ્રભાઈ ફુલતરિયાએ સંભાળ્યું હતું.




Latest News