ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો
મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત
SHARE
મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત
મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા સર્જાયેલ અકસ્માતમાં યુવાનને ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
રાજકોટના વિછીયા તાલુકાના દેવધરી ગામના રહેવાસી રાકેશભાઈ રણછોડભાઈ ગોહિલ (24) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ટિંબડી ગામના પાટીયા પાસેથી ફરિયાદીના ભાઈ મહેશભાઈ ઉર્ફે મનીષભાઈ રણછોડભાઈ ગોહિલ (32) રહે. દેવધરી વાળા પોતાનું બાઈક નંબર જીજે 3 એનઆર 2641 લઈને પોતાના ઘરેથી મોરબી કારખાને જતા હતા ત્યારે ટિંબડી ગામના પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે તેઓના બાઇકને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ફરિયાદીના ભાઈને ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું અને અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જીને સ્થળ ઉપરથી નાસી ગયેલ હોય હાલમાં મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે