મોરબી જિલ્લાના યોગ કોચ-ટ્રેનર્સની ગાંધીનગર ખાતે ચેરમેનની હાજરીમાં સોમવારે મિટિંગ યોજાશે મોરબી રામધન આશ્રમ ખાતે મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીના જન્મદિવસની અનોખી ઉજવણી મોરબીમાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં યોજાનાર દશેરાનો કાર્યક્રમ રદ મોરબી જીલ્લામાં જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૨૨ ઓક્ટોબર મોરબી જીલ્લામાં ટુ-વ્હિલર વાહનોની નવી સીરીઝ GJ-36-BE માટે પસંદગીના નંબરો મેળવવા ઓનલાઇન ઓક્શન પ્રક્રિયા જાહેર કરાઇ મોરબી જીલ્લામાં આઇ-ખેડુત પોર્ટલ ૨.૦ ઉપર નાની-મોટી નર્સરી સહાય યોજના માટે ઓનલાઇન અરજી કરી શકાશે મોરબીના ગોર ખીજડીયા ગામ ખાતે મિશન મધમાખી સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ટુ-વ્હિલર વાહનોની નવી સીરીઝ GJ-36-BE માટે પસંદગીના નંબરો મેળવવા ઓનલાઇન ઓક્શન પ્રક્રિયા જાહેર કરાઇ


SHARE







મોરબી જીલ્લામાં ટુ-વ્હિલર વાહનોની નવી સીરીઝ GJ-36-BE માટે પસંદગીના નંબરો મેળવવા ઓનલાઇન ઓક્શન પ્રક્રિયા જાહેર કરાઇ

સરકારના મોટર વાહન ખાતાના પરિપત્ર અનુસાર વાહન વ્યવહાર વિભાગની પ્રક્રિયાને વધુ સરળ, નિષ્પક્ષ, પારદર્શક અને ઝડપી બનાવવાના હેતુથી અગાઉની મેન્યુઅલ ઓક્શન પ્રથા બંધ કરી સંપૂર્ણપણે ઓનલાઈન ઓક્શન પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવી છે. મોરબી જિલ્લામાં ટૂ-વ્હિલર વાહનો માટે નવી ‘GJ-36-BE’ સીરીઝ ફાળવવામાં આવી છે, જેમાં પોતાના વાહન માટે મનપસંદ કેન્સી નંબર મેળવવા ઈચ્છુક વાહન માલિકો માટે ઓનલાઇન હરાજીનું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે.

આ પ્રક્રિયા અંતર્ગત વાહન માલિકોએ પોતાના વાહનનું રજીસ્ટ્રેશન કરાવીને આગામી તા. ૨૩/૧૦ થી ૨૯/૧૦ સુધીમાં http://parivahan.gov.in/fancy/ પર પબ્લિક યુઝર તરીકે નોંધણી કરી, CNA ફોર્મ ભરીને પાયાની રકમ ઓનલાઇન ભરપાઈ કરી અરજી કરવાની રહેશે. ત્યારબાદ તા. ૨૯/૧૦ થી તા. ૩૧/૧૦ સુધીમાં વાહન માલિકો પોતે પસંદ કરેલ નંબર માટે ઓનલાઇન બિડીંગ પ્રક્રિયામાં ભાગ લઈ શકશે બિડીંગ વખતે રકમમાં ૧૦૦૦ ના ગુણાંકમાં વધારો કરનાર અસફળ કે સફળ અરજદારોએ નિયત સમયમર્યાદામાં તફાવતની રકમ ભરપાઈ કરવાની રહેશે તેમજ સફળ ઉમેદવારોએ પહોંચ અને અલોટમેન્ટ પત્ર મેળવીને આર.ટી.ઓ. કચેરી ખાતે દસ્તાવેજો જમા કરાવવાના રહેશે. હરાજીમાં અસફળ રહેનાર અરજદારોની ભરપાઈ કરેલી રકમ ૫ થી ૭ દિવસમાં ઓનલાઈન પરત જમા થઈ જશે. મોરબી જિલ્લાના વાહન માલિકોને આ ઓનલાઈન પારદર્શક સુવિધાનો મહત્તમ લાભ લેવા અનુરોધ કરાયો છે.




Latest News