મોરબી જિલ્લાના યોગ કોચ-ટ્રેનર્સની ગાંધીનગર ખાતે ચેરમેનની હાજરીમાં સોમવારે મિટિંગ યોજાશે
રાજમાતા વિજય કુંવરબા સાહેબનો પાર્થિવદેહ મોરબી પહોચ્યો: વેપારીઓને ધંધો રોજગાર બંધ રાખીને કાલે અંતિમ યાત્રામાં જોડાવા મંત્રીનું આહ્વાન
SHARE
રાજમાતા વિજય કુંવરબા સાહેબનો પાર્થિવદેહ મોરબી પહોચ્યો: વેપારીઓને ધંધો રોજગાર બંધ રાખીને કાલે અંતિમ યાત્રામાં જોડાવા મંત્રીનું આહ્વાન
મોરબીના પ્રજાવત્સલ રાજમાતા વિજયકુવરબા સાહેબનું મુંબઈ ખાતે નિધન થતા મોરબીના ધારાસભ્ય અને મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ શોકની લાગણી વ્યક્ત કરી છે અને તેઓએ જણાવ્યુ હતું કે, મુંબઈથી શનિવારે મહારાણી સાહેબનો પાર્થિવ દેહ મોરબી ન્યુ પેલેસ ખાતે આવી ગયેલ છે અને રવિવારે સવારે આઠ વાગ્યાથી તેઓના અંતિમ દર્શન મોરબી ન્યુપેલેશ ખાતે રાખવામાં આવેલ છે. ત્યાર બાદ ન્યૂપેલેસથી તેઓની અંતિમયાત્રા નીકળશે અને પ્રજાવત્સલ રાજવી વાઘજી બાપુ અને રાજવી લખધીરસિંહજી બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ વંદન કરી વીસી ફાટકથી ધોળેશ્વર રાજવી સ્મશાન ગૃહે શાસ્ત્રોક્ત વિધિવત અંતિમ સંસ્કાર કરવામાં આવશે. અને આવતીકાલે મોરબીના પ્રજાવત્સલ રાજમાતાશ્રી વિજયકુવરબા સાહેબના માનમાં મોરબી સ્વયંભૂ બંધ રાખી દરેક નગરજનો મહારાણી સાહેબની અંતિમ યાત્રામાં જોડાય તેના માટે મંત્રી કાંતિભાઈ અમૃતિયા દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે