મોરબી-બહુચરાજી બસને પાટણ સુધી લંબાવો : પી.પી.જોષી મોરબીમાં રોટરી ક્લબ દ્વારા ઓપન મોરબી રંગોળી હરીફાઈનું આયોજન મોરબીના નિલેશભાઈ કૈલા અને દીપકભાઈ જીવાણીની કેળવણી નિરીક્ષક તરીકે કરાઇ નિમણૂક મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી સોલાર કંપનીને ખામી દુર કરી આપવા હુકમ મોરબીમાં રેડ કરવા ગયેલ અધિકારી ઉપર  હુમલો કરનારા શખ્સોને ખાણ ખનીજ વિભાગે ફટકાર્યો 61.77 લાખનો દંડ મોરબી જિલ્લાના ૫૭ આરોગ્ય કેન્દ્રોને પ્રાપ્ત થયું NQAS પ્રમાણપત્ર મોરબીની પીએમ માધાપરવાડી કન્યા શાળાની વિદ્યાર્થિનીઓ માટે સરકારની શાળા પરિવહન યોજના બની આશાનું વાહન મોરબી જિલ્લામાં ટેકાના ભાવે ઘઉં વેચાણ કરનાર ખેડૂતને દિવાળીના પર્વ પૂર્વે કલેક્ટરના હસ્તે ચેક અર્પણ કરાયો
Breaking news
Morbi Today

મોરબીના નિલેશભાઈ કૈલા અને દીપકભાઈ જીવાણીની કેળવણી નિરીક્ષક તરીકે કરાઇ નિમણૂક


SHARE









મોરબીના નિલેશભાઈ કૈલા અને દીપકભાઈ જીવાણીની કેળવણી નિરીક્ષક તરીકે કરાઇ નિમણૂક 

મોરબી અને ટંકારના કેળવણી નિરીક્ષક તરીકે પસંદગી પામવા બદલ નિલેશભાઈ કૈલા અને દીપકભાઈ જીવાણીને મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી. કાંજીયાએ શુભકમનાઓ પાઠવી છે

વર્ષ ૨૦૦૪માં ધો. ૮થી ૧૦ના ટ્યુશન વર્ગોથી શિક્ષણયાત્રા શરૂ કરનાર નિલેશભાઈ કૈલાએ વર્ષ ૨૦૦૭માં ‘શ્રી નવસર્જન ખાનગી શાળા’ની સ્થાપના કરી હતી અને વર્ષ ૨૦૧૧માં વાંકાનેર તાલુકાની જામસર તાલુકા શાળામાં ગણિત-વિજ્ઞાનના શિક્ષક તરીકે નિમણૂક મેળવ્યા બાદ, વર્ષ ૨૦૧૪માં એચટેટ પરીક્ષા ઉત્તીર્ણ કરીને મોરબી તાલુકાની બાજીરાજબા કન્યા શાળામાં આચાર્યપદ સંભાળ્યું હતું. હાલ આ શાળામાં ૪૬૫ દીકરીઓ અભ્યાસ કરે છે અને શાળા કેન્દ્ર સરકારની પીએમ શ્રી યોજનામાં પણ પસંદ પામી છે. તેમજ નવયુગના ભૂતપૂર્વ શિક્ષક દીપકભાઈ જીવાણીની સફળતા પણ નવયુગ પરિવાર માટે વિશેષ આનંદનો અવસર છે. વિદ્યાર્થીઓના મનમાંથી ગણિતનો ડર દૂર કરીને વિષય પ્રત્યે રસ જગાવવાની તેમની આગવી શિક્ષણશૈલી આજે પણ યાદગાર છે. નવયુગમાં ‘શ્રેષ્ઠ શિક્ષક’ તરીકે સન્માનિત થયેલા દીપકભાઈની આ સિદ્ધિને વધાવતાં સમગ્ર નવયુગ પરિવાર ગૌરવ અનુભવે છે.




Latest News