મોરબીના નિલેશભાઈ કૈલા અને દીપકભાઈ જીવાણીની કેળવણી નિરીક્ષક તરીકે કરાઇ નિમણૂક
મોરબીમાં રોટરી ક્લબ દ્વારા ઓપન મોરબી રંગોળી હરીફાઈનું આયોજન
SHARE
મોરબીમાં રોટરી ક્લબ દ્વારા ઓપન મોરબી રંગોળી હરીફાઈનું આયોજન
મોરબીમાં રોટરી ક્લબ દ્વારા મયુર પુલની ફૂટપાથ ઉપર તા. 6 ને શુક્રવારે બપોર 2:30 થી સાંજે 6:00 સુધી ઓપન મોરબી રંગોળી હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું છે જેના માટે હાલમાં રજીસ્ટ્રેશન ચાલુ છે અને તે નિશુલ્ક છે
આ રંગોળી સ્પર્ધામાં બાળકો, ભાઈઓ, બહેનો તમામ ભાગ લઈ શકે છે અને સ્પર્ધામાં બે અલગ અલગ કેટેગરી રાખવામા આવેલ છે જેમાં 5 થી 15 વર્ષ અને 15 વર્ષથી ઉપર આ બંને કેટેગરીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા બનાનરને ઈનામ આપવામાં આવશે. આટલું જ નહીં દરેક સ્પર્ધકોને સંસ્થા દ્વારા સર્ટીફીકેટ આપવામાં આવશે અને સ્પર્ધાકે રંગોળી માટેની વસ્તુ પોતાને ખર્ચે લઈને આવવાની છે અને થાય 4 ફૂટ બાય 4 ફૂટની રંગોળી બનાવવાની છે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન જરૂરી છે અને તેના માટે અમિતભાઈ પટેલ (9033344166), ગીતાબેન દોશી (9824095777) અને બંસીબેન શેઠ (9376652360) નો સંપર્ક કરવા જણાવ્યુ છે