મોરબીના રવાપર રોડ ઉપર રહેતા આધેડ મહિલાએ મચ્છુ-2 ડેમમાં ઝંપલાવીને કર્યો આપઘાત
હળવદના નવા અમરાપર ગામે બાઈક સરખું ચલાવવા-ઝઘડો નહીં કરવાનું સમજાવતા યુવાનને ચાર શખ્સોએ ધારિયા, પાઇપ અને ધોકાથી માર માર્યો
SHARE
હળવદના નવા અમરાપર ગામે બાઈક સરખું ચલાવવા-ઝઘડો નહીં કરવાનું સમજાવતા યુવાનને ચાર શખ્સોએ ધારિયા, પાઇપ અને ધોકાથી માર માર્યો
હળવદના નવા અમરાપર ગામે યુવાન વાડીએ હતો ત્યારે ત્યાંથી બાઇક નીકળેલા શખ્સને બાઈક સરખું ચલાવવા માટે અને ઝઘડો નહીં કરવા માટે તેને સમજાવ્યો હતો તે બાબતનો ખાસ રાખીને ચાર શખ્સોએ યુવાનને ધારિયું, પાઇપ અને ધોકા વડે માર માર્યો હતો અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ઇજા પામેલ યુવાનને સારવાર લીધા બાદ નોંધાવેલ ફરીયાદ આધારે પોલીસે ચાર શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
હળવદના નવા અમરાપર ગામે રહેતા પ્રકાશભાઈ ભુપતભાઈ સુરેલા (40)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રિભોવન દેવાભાઈ અદગામા, મેરા ત્રિભોવનભાઈ અદગામા, લાલજી કાનાભાઈ અદગામા અને વિક્રમ રવજીભાઈ અદગામા રહે. બધા નવા અમરાપર વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે નવા અમરાપર ગામની સીમમાં કેનાલ પાસે તેઓની વાડી આવેલી છે અને ત્યાંથી મેરા અદગામા બાઇક લઈને નીકળ્યો હતો જેને બાઈક સરખું ચલાવવા અને ઝઘડો નહીં કરવા ફરિયાદીએ સમજાવ્યું હતું તે બાબતનો ખાર રાખીને ત્રિભોવન અદગામાએ ધારિયા વડે ફરિયાદીને માર માર્યો હતો તેમજ અન્ય આરોપીએ પાઇપ અને લાકડાના ધોકા વડે ફરીયાદીને બંને હાથમાં તથા નાકના ભાગે મારમારીને ફેક્ચર જેવી ઇજા કરી હતી તેમજ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.