મોરબીમાં રહેતી યુવતીને પ્રેમીએ વતનમાં જવાના ના કહેતા ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
SHARE
મોરબીમાં રહેતી યુવતીને પ્રેમીએ વતનમાં જવાના ના કહેતા ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
મોરબીના તળાવિયા સનાળા ગામ પાસે આવેલ સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાં પ્રેમી સાથે રહેતી યુવતીને વતનમાં જવું હોય પ્રેમીએ વતનમાં જવાની ના પાડી હતી તે બાબતે લાગી આવતા યુવતીએ લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જ્યારે મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ન્યુ ગાયત્રી સોસાયટીમાં રહેતા વૃદ્ધાને છાતીમાં દુખાવો ઉપાડતા સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું
મૂળ ઓરિસ્સાના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના તળાવિયા સનાળા ગામની સીમમાં આવેલ કેડીલેટ સીરામીક કારખાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા સ્વપનાબેન પનુ દુલેરી (35) નામની યુવતીએ લેબર કોલોનીમાં પોતાના રૂમની અંદર પોતે પોતાની જાતે પંખા સાથે ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક યુવતીને વતનમાં જવું હતું અને તેના પ્રેમીએ વતનમાં જવાની ના પાડી હતી તે વાતને લઈને મનોમન લાગી આવતા યુવતીએ પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે જે અંગેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ કરી છે જયારે મૂળ હરીપર કેરાળા ગામના રહેવાસી અને હાલમાં મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ન્યુ ગાયત્રીનગર સોસાયટી શેરી નં.3 માં રહેતા સહનબા ગન્નુભા જાડેજા (61) નામના વૃદ્ધાને તા. 12/11 ના રોજ અચાનક છાતીમાં દુખાવો થતા તેઓને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓનું હૃદય અને શ્વાસોશ્વાસ બંધ થઈ જતા તેઓનું મોત નીપજયુ હતું ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.