મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ મોરબીમાં 26 કલાકમાં પોણા બે ઇંચ, હળવદમાં પોણો અને માળીયામાં અડધો ઇંચ વરસાદ હળવદના જૂના દેવળીયા ગામે ઘરેથી આંતર જિલ્લા દારૂના ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી ઝડપાયો હળવદના દુષ્કર્મ-પોકસોના ગુનામાં આજીવન કેદની સજા પામેલ પેરોલ જમ્પ આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં ઘરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 પકડાયા: 58,300 ની રોકડ કબ્જે વાંકાનેરના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે નાગપુરથી પકડાયો વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધને ઘેરી લઈને અજાણ્યા શખ્સોએ રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની કરી લૂંટ ટંકારાના છતર ગામ નજીક 3 પૈકીનાં 2 રાહદારી યુવાનને કાર ચાલકે ઉડાવ્યા: એકને માથામાં હેમરેજ-બીજાને સાથળમાં ફ્રેકચર
Breaking news
Morbi Today

મોરબીના ઓદ્યોગીક ઝોનમાં ઇન્ફ્રાસ્ટ્રકચર, ટ્રાન્સપોર્ટનગર, ઉદ્યોગ માટે પાણીની માંગણી સંતોષવામાં આવે તેવી ઉદ્યોગકારોને આશા


SHARE







મોરબીના ઓદ્યોગીક ઝોનમાં ઇન્ફ્રાસ્ટ્રકચરટ્રાન્સપોર્ટનગર, ઉદ્યોગ માટે પાણીની માંગણી સંતોષવામાં આવે તેવી ઉદ્યોગકારોને આશા

કેન્દ્ર સરકારનું બજેટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં રાજ્ય સરકારનું બજેટ રજૂ થવાનું છે ત્યારે મોરબીની આસપાસમાં આવેલા સિરામિક ઉદ્યોગકારોની રાજ્ય સરકારના બજેટને લઈને શુ છે આશા અને અપેક્ષા તે જાણવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે રાજ્ય સરકારનું નાણાકીય વર્ષનું બજેટ રજૂ કરવામાં આવે તેમાં અહીની ઇન્ફ્રાસ્ટ્રકચરટ્રાન્સપોર્ટનગર, ઉદ્યોગ માટે પાણી સહિતની વર્ષો જૂની માંગણી સંતોષવામાં આવે તેવો ઉદ્યોગકારોમાં આશાવાદ જોવા મળી રહ્યો છે

મોરબીનો સિરામિક ઉદ્યોગ સરકારને વર્ષે કરોડો રૂપિયાનો ટેક્ષ આપે છે તેની સાથોસાથ લાખો લોકોને સીધી કે આડકતરી રીતે રોજગારી પણ આપે છે ત્યારે મોરબી આસપાસના વિસ્તારમાં આવેલ સિરામિક વિટ્રીફાઈડ ટાઈલ્સવોલ ટાઈલ્સફલોર ટાઈલ્સ અને સેનેટરી વેર્સના કારખાના સુધી આવવા જવા માટેના રોડ રસ્તા ભંગાર છે જેથી કરીને જીવલેણ અકસ્માતો અને મલમાં નુકશાન થાય છે માટે છેલ્લા ઘણા વર્ષોથી અહીના ઉદ્યોગકારો કેન્દ્ર અને રાજ્ય સરકારના બજેટને લઈને ઘણી આશા અને અપેક્ષા રાખીને બેઠા હોય છે

જો કે, દરવર્ષની જેમ આ વર્ષે પણ કેન્દ્ર સરકારના બજેટમાં અહીના ઉદ્યોગને સીધો ફાયદો થાય તેવી કોઈ જાહેરાત આજ સુધી સરકારે કરેલ નથી પરંતુ કેન્દ્રિય નાણાંમંત્રી નિર્મલા સિતારમન દ્વારા કેન્દ્ર સરકારનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે જેમાં આડકતરી રીતે મોરબીના સિરામિક ઉદ્યોગને ફાયદો થશે અને બીજી અનેક યોજનાઓ દેશના વિકાસ માટે રજૂ કરેલ છે જેથી આ બજેટને મોરબીના સિરામિક ઉદ્યોગ માટે ઑક્સીજન સમાન છે તેવું અહીના ઉદ્યોગકારોએ કહી રહ્યા છે

હવે રાજ્ય સરકારનું બજેટ રજૂ કરવામાં આવશે ત્યાર પહેલા મોરબી સિરામિક ફ્લોર ટાઇલ્સ એસો.ના પ્રમુખ વિનોદભાઇ ભાડજા સાથે વાત કરતાં તેઓએ કહ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી મોરબીના સિરામિક ઝોનમાં રસ્તા સારા નથી જેથી કરીને જીવલેણ અકસ્માતો અને ઉદ્યોગકારોના માલને નુકશાન થાય છે માટે સારા ઇન્ફ્રાસ્ટ્રકચરની વર્ષોથી માંગ કરવામાં આવે છે જો કે, તેને બજેટમાં ધ્યાને લેવામાં આવતી નથી જેથી આ વખતે રાજ્ય સરકારના નાણાકીય વર્ષના બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રકચરની વર્ષોથી માંગ સંતોષવામાં આવે તેવી લાગણી તેઓએ ઉદ્યોગકારો વતી વ્યક્ત કરેલ છે

તો મોરબી વોલ ટાઇલ્સ એસો.ના પ્રમુખ નિલેષભાઈ જેતપરિયા સાથે વાત કરતાં તેઓએ જણાવ્યુ હતું કે, મોરબીમાં વિશ્વ કક્ષાનો સિરામિક ઉદ્યોગ આવેલ છે જેથી કરીને સ્વાભાવિક રીતે ભારે વાહનોની અવાર જવર વધુ રહેતી હોય છે તેમ છતાં પણ મોરબીના ઓદ્યોગીક ઝોનની આસપાસમાં કયાય પણ ટ્રાન્સપોર્ટનગર નથી જેથી કરીને ટ્રક સહિતના ભારે વાહનો રસ્તા ઉપર જ પાર્ક કરવામાં આવે છે અને ટ્રાફિક સહિતના પ્રશ્નો ઊભા થાય છે જેથી ટ્રાન્સપોર્ટનગર બનાવવામાં આવે અને આ ઉદ્યોગ માટે અને ત્યાં કામ કરતાં મજૂરો સહિતના લોકોને પીવા માટે નર્મદાનું પાણી મળે તેના માટે સરકાર આ બજેટમાં ખાસ જોગવાઈ કરે તેવી આશા છે






Latest News