મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

બે માસ પહેલા નવજાત બાળકનું મોત થયાનું લાગી આવતા ગળાફાંસો ખાઈને પરિણીતાએ કર્યો આપઘાત


SHARE











બે માસ પહેલા નવજાત બાળકનું મોત થયાનું લાગી આવતા વાંકાનેરના સરતાનપર રોડે કારખાનાની ઓરડીમાં ગળાફાંસો ખાઈને પરિણીતાએ કર્યો આપઘાત

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ સિરામિક કારખાનાની ઓરડીમાં ગળાફાંસો ખાઈને પરિણીતાએ આપઘાત કર્યો હતો જેથી તેના મૃતદેહને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લઇને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને પરિણીતાએ કયા કારણોસર આપઘાત કરેલ છે તે દિશામાં તપાસ શરૂ કરતા તપાસમાં ખૂલ્યું હતું કે મૃતક મહિલાને બે મહિના પહેલાં બાળકનો જન્મ થયો હતો અને બાદમાં બે દિવસમાં જ બાળકનું મોત થતાં મહિલા સુનમુન રહેતી હતી અને અંતે તેણીએ ગળેફાંસો ખાઇને જીવનનો અંત આણ્યો હતો.

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ સિલોન સિરામિક કારખાનાની અંદર મજુરોની ઓરડીમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા ઉપેન્દ્રભાઈ સુરેન્દ્રભાઈ યાદવનાં પત્ની સુનૈનાબેન (ઉંમર ૨૪) એ કારખાનામાં પોતાની ઓરડીમાં ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેણીના મૃતદેહને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે લઇને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને સુનૈનાબેન યાદવ નામની મહિલાએ કરેલા આપઘાતના બનાવની નોંધ કરીને વાંકાનેર તાલુકા પોલીસ મથકના જે.જી.ઝાલાએ આગળની તપાસ હાથ ધરી હતી.વધુમાં પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ મૃતક સુનૈનાબેનને ગત નવેમ્બર માસમાં બાળકનો જન્મ થયો હતો અને જન્મના બે દિવસ બાદ બાળકનું મોત નિપજયું હતું.ત્યારબાદથી મૃતક સુનૈનાબેન ગુમસુમ રહેતા હતા અને ગઈકાલે તેઓએ અંતિમ પગલું ભરી લેતાં તેણીનું મોત નિપજ્યું હતું.

મહીલા ફિનાઇલ પી ગઈ

મોરબીના ગ્રીન ચોક પાસે આવેલ કંસારા શેરીમાં આવેલી મોટી હનુમાન ડેરી પાસે રહેતા સંજયભાઈ નવીનભાઈ ડોડીયાના પત્ની સવિતાબેન (ઉંમર ૪૦) પોતાના ઘરે કામ કરી રહ્યા હતા ત્યારે કામ કરતા સમયે પાણીની તરસ લાગતા ભૂલથી પાણીની બોટલના બદલે ફીનાઇલની બોટલમાંથી ફિનાઇલ પી ગયા હતા જેથી તેઓને મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગયા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે મોરબીના વાંકાનેર હાઇવે ઉપર માટેલ રોડ ઉપર અમરધામ નજીક આવેલ રોલેક્ષ ગ્રેનાઈટો નામના યુનિટમાં રહીને મજૂરીકામ કરતાં ધર્મવીરભાઈ નાગર નામના ૨૦ વર્ષીય યુવાને કોઈ કારણોસર તેના કવાટરમાં ઝેરી દવા પી લેતાં તેને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.એ ડીવીઝન પોલીસે પ્રાથમિક તપાસ કરીને બનાવ વાંકાનેર તાલુકા પોલીસની હદનો હોવાથી વાંકાનેર તાલુકા પોલીસને બનાવ અંગે જાણ કરી હતી.






Latest News