વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ ૨૧.૬૧ કરોડના ખર્ચે ફલાય ઓવર બ્રીજ બનશે: બ્રિજેશ મેરજા


SHARE







મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ ૨૧.૬૧ કરોડના ખર્ચે ફલાય ઓવર બ્રીજ બનશે: બ્રિજેશ મેરજા

 મોરબી વિસ્તારના વારંવારના પ્રવાસ દરમ્યાન સ્થાનિક શહેરીજનો અને પદાધિકારીઓ તેમજ લોક પ્રતિનિધિઓ દ્વારા લાગણી સહ કરવામાં આવતી રજુઆત મુજબ મોરબી શહેરના હાર્દસમા મહેન્દ્રનગર ચોકડી પર ફલાય ઓવર બ્રીજ બનાવવા માટે કવાયત શરૂ કરવામાં આવી હતી અને ૧૯,૩૭,૪૬,૧૮૨ ના ખર્ચે ફલાય ઓવર બ્રીજ મંજુર થયેલ છે તેના વધુ મજબુતીકરણ સાથે સારી કામગીરી થઇ શકે તે માટે વધારાના અંદાજે ૨,૨૩,૫૭,૬૩૯ મંજુર કરાવીને હવે કુલ ૨૧,૬૧,૦૩,૮૨૨ ના ખર્ચે આ ફલાય ઓવર બ્રીજની સત્વરે કામગીરી હાથ ધરાશે

મોરબી-માળીયા (મી) ના ધારાસભ્ય અને રાજયના પંચાયત, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર (સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી બ્રિજેશ મેરજાએ માર્ગ અને મકાન વિભાગના સંબંધિત અધિકારીઓ સાથે અનેકવાર સમયાંતરે મિટિંગો કરીને તથા અવારનવાર ટેલિફોનિક ફલોઅપ લઇને આ ફલાય ઓવર બ્રીજનું કામ મંજુર કરાવેલ છે. એટલુ જ નહિ પણ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરાવીને વહેલામાં વહેલી તકે અંદાજે રૂપિયા ૨૧.૬૧ કરોડના ખર્ચે આ કામ ચાલુ કરવામાં આવશે. મોરબી શહેરીજનોની વર્ષો થયા ટ્રાફિકની સમસ્યા નિવારવા અંગેની લાગણી સહ માંગણીનો અંત આવશે. પરિણામ સ્વરૂપ લોકોમાં હર્ષની લાગણી જોવા મળી.

બાળ પ્રતિભાશોધ સ્પર્ધા

રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરીત તથા કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા આયોજીત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, મોરબી દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા ૨૦૨૧-૨૨ નું આયોજન તા.૦૯/૦૨ ના રોજ મહંમદી લોકશાળા, ચંદ્રપુર તાલુકો વાંકાનેર ખાતે સવારે ૮:૩૦ વાગ્યે રાખેલ છે. જેમાં ભાગ લેવા ઈચ્છુક ૭ થી ૧૩ વર્ષના બાળકો બે વય જૂથ ૭ થી ૧૦ વર્ષ “અ” વિભાગ તથા ૧૧ થી ૧૩ વર્ષના “બ” વિભાગમાં અને  ૭ થી ૧૩ વર્ષના ખુલ્લા વિભાગમાં ભાગ લઈ શકશે. ચિત્ર સ્પર્ધા અગાઉ યોજાઈ ગયેલ હોય, ચિત્ર સ્પર્ધા બાકાત કરી અન્ય તમામ સ્પર્ધાનો સમાવેશ થશે. વધુ માહિતી માટે પ્રાંત યુવા વિકાસ અધિકારી, બી.એસ.નાકીયા મો.૯૭૧૪૯૦૪૬૬૯ પર સંપર્ક કરવા જણાવ્યુ છે




Latest News