બે માસ પહેલા નવજાત બાળકનું મોત થયાનું લાગી આવતા ગળાફાંસો ખાઈને પરિણીતાએ કર્યો આપઘાત
મોરબીમાં એસીના રીપેરીંગ કામની મજૂરી આપી દીધા પછી પણ જાનથી મારી નાખવાની ધમકી આપનારની ધરપકડ
SHARE
મોરબીમાં એસીના રીપેરીંગ કામની મજૂરી આપી દીધા પછી પણ જાનથી મારી નાખવાની ધમકી આપનારની ધરપકડ
મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ અંકુર સોસાયટીમાં રહેતા યુવાનના ઘરે એસીનું રીપેરીંગ કામ કરવા માટે આવેલા શખ્સને મજૂરી અને રિપેરિંગના પૈસા ચૂકવી દીધા હતા છતાં પણ તે રૂપિયાની માંગણી કરીને વારંવાર ફોન ઉપર તેમજ વ્હોટ્સએપ કોલ કરીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી જેથી યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે
મોરબીના શનાળા રોડ ઉપર શુભ રેસ્ટોરન્ટ પાછળના ભાગમાં આવેલ અંકુર સોસાયટીમાં રહેતા દિપકભાઇ મોહનભાઈ ચંદવાણી જાતે સિંધી (ઉંમર ૪૫)એ મોરબીના વાવડી રોડ ઉપર ગાયત્રી સોસાયટીમાં રહેતા ભવદીપભાઈ રમેશભાઈ કાનાણી (૨૪)ની સામે ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેણે જણાવ્યું હતું કે તેના ઘરે એસીનું રીપેરીંગ કામ કરવા માટે આરોપી ભવદીપભાઈ આવ્યો હતો અને ત્યારે તેને આ મજૂરી અને રીપેરીંગ કામના તેઓએ રૂપિયા આપી દીધા હતા તેમ છતાં પણ રીપેરીંગના ભવદીપભાઈ કાનાણી અલગ-અલગ મોબાઈલ નંબર ઉપરથી ફોન કરીને તેમજ વ્હોટ્સએપ કોલ કરીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ભવદીપભાઈ કાનાણીની ધરપકડ કરેલ છે