મોરબીમાં એસીના રીપેરીંગ કામની મજૂરી આપી દીધા પછી પણ જાનથી મારી નાખવાની ધમકી આપનારની ધરપકડ
મોરબી પાલિકા વિકાસમાં ઓતપ્રોત ?! : બે વર્ષ પહેલા રોડનું કામ શરૂ કરીને કામ કરવાનું જ ભૂલી ગયા ?!
SHARE
મોરબી પાલિકા વિકાસમાં ઓતપ્રોત ?! : બે વર્ષ પહેલા રોડનું કામ શરૂ કરીને કામ કરવાનું જ ભૂલી ગયા ?!
મોરબીની વી.સી.હાઇસ્કૂલના પાછળના ભાગનો રસ્તો સાવ ખખડધજ થઇ ગયો છે આ રસ્તા પર વી.સી.હાઇસ્કૂલ, એમ.પી.શેઠ ગર્લ્સ સ્કૂલના આશરે ત્રણ હજાર વિદ્યાર્થીઓની અવરજવર રહે છે સાથે ત્યાં આવેલ ટ્રેર્ડ સેન્ટરમાં આશરે સો જેટલી ઓફીસો આવેલ છે માટે વર્ષોથી ભંગાર થયેલ આ રસ્તો કરવાની જરૂરત છે.આ અંગે ઉચ્ચ કક્ષાએ મોરબી શહેર અને જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજી મહેતાએ રજૂઆત કરેલ છે.અત્રે નોંધનીય છે કે જ્યારે પ્રથમ જનતા લોકડાઉન થયું ત્યારે આ રોડ બનવાનો હતો અને ત્યાર બાદ લોકડાઉન આવી જતા છેલ્લા બે વર્ષથી ખોદવાનું શરૂ કર્યા બાદથી આ રોડ બનાવવાનો બાકી હોય લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
વધુમાં લાલજીભાઇ મહેતામા જણાવ્યા પ્રમાણે મોરબી નગરપાલીકાને સરકાર તરફથી કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે.વી.સી.હાઇસ્કુલની પાછળનો આ રસ્તો વર્ષોથી ભંગાર સ્થીતીમાં છે હવે શાળાઓ ખુલવામાં છે આ રસ્તા ઉપર વી.સી.હાઇસ્કુલ,એમ.પી. ગીર્લ્સ સ્કુલ, ટ્રેડ સેન્ટરમાં આવેલ આશરે સો જેટલી ઓફીસોના લોકો થઇને આશરે ત્રણ હજાર વ્યકિતનો કાયમી આવનજાવનનો આ રસ્તો તેમજ ટ્રાફીકજામ સમયે વૈકલ્પીક રસ્તા તરીકે આ રસ્તો ઉપયોગી થાય તેમ છે સાથે ત્યાં લેથકામ, રીક્ષા રીપેરીંગ, નાસ્તાપાણી માટે પણ માણસોના ધંધા રોજગાર ત્યાં આવેલ છે.પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે વર્ષોથી આ રસ્તાની કોઇ સંભાળ લેતુ નથી.જયારે મોરબીને પેરીસ બનાવવું હોય તો પ્રજાને પાણી, લાઇટ, રસ્તાની સુવિધા આપવી જરૂરી છે.આ અંગે મોરબી નગરપાલીકાના પ્રમુખ-ચિફ ઓફીસર તથા લાગતા વળગતા નગરપાલીકાના પદાધીકારીને જાણ કરવામાં આવેલ છે કે આ રસ્તો તાત્કાલીક બનાવવો જરૂરી છે અને તે માટે મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા અને મંત્રી રામભાઇ મહેતાએ ઉચ્ચ કક્ષાએ રજુઆત કરેલ છે.
વધુમાં અહિં ઓફિસ ધરાવતા એડવોકેટ એમ.વાય.ચાનીયા તથા એડવોકેટ આતીષભાઈ ચાનીયા પાસેથી મળતી માહિતી મુજબ આ જગ્યાએ અગાઉ રોડ મંજૂર થયો હતો એટલે કે ગત ૨૩ મી માર્ચ ૨૦૨૦ ના રોજ જ્યારે વડાપ્રધાન દ્વારા જનતા કર્ફયુ જાહેર કરવામાં આવ્યું ત્યારે આ રોડ બનાવવાનો હતો અને મંજૂર થયેલા આ રોડ બનાવવા માટે ખોદકામ પણ શરૂ કરવામાં આવ્યું હતું. અને અચાનક લોકડાઉન આવી જતાં આ રોડ બનાવવાનો પડતો મુકી દેવામાં આવ્યો હતો ત્યારથી આજ સુધી એટલે કે લગભગ બે વર્ષથી અહીં રોડ બન્યો નથી..! અને આ રોડ ખખડધજ હાલતમાં હોવાના પગલે અનેક લોકોને આ રસ્તેથી નીકળવું માથાના દુખાવા સમાન બની રહ્યું છે માટે મંજૂર થયેલો આ રોડને સત્વરે બનાવવામાં આવે તેવી લોક માંગણી ઉઠી રહી છે.