મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ મોરબીમાં 26 કલાકમાં પોણા બે ઇંચ, હળવદમાં પોણો અને માળીયામાં અડધો ઇંચ વરસાદ હળવદના જૂના દેવળીયા ગામે ઘરેથી આંતર જિલ્લા દારૂના ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી ઝડપાયો હળવદના દુષ્કર્મ-પોકસોના ગુનામાં આજીવન કેદની સજા પામેલ પેરોલ જમ્પ આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં ઘરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 પકડાયા: 58,300 ની રોકડ કબ્જે વાંકાનેરના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે નાગપુરથી પકડાયો વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધને ઘેરી લઈને અજાણ્યા શખ્સોએ રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની કરી લૂંટ ટંકારાના છતર ગામ નજીક 3 પૈકીનાં 2 રાહદારી યુવાનને કાર ચાલકે ઉડાવ્યા: એકને માથામાં હેમરેજ-બીજાને સાથળમાં ફ્રેકચર
Breaking news
Morbi Today

ઇન્ટરનેશનલ મેગેઝીન ટ્રેડ પોસ્ટ દ્વારા મોરબીના પાટીદાર રત્ન જયસુખભાઇ પટેલને મેન ઓફ ધ યર એવોર્ડ એનાયત


SHARE







ઇન્ટરનેશનલ મેગેઝીન "ટ્રેડ પોસ્ટ" દ્વારા મોરબીના પાટીદાર રત્ન જયસુખભાઇ પટેલને "મેન ઓફ ધ યર" એવોર્ડ એનાયત

ભારતમાં હોરોલોજિક ઇન્ડસ્ટ્રીઝ (વોચ એન્ડ કલોક ઇન્ડસ્ટ્રીઝ) માં વર્ષ ૧૯૫૯ થી (૬૨ વર્ષ) થી " ટ્રેડ પોસ્ટ " નામે ઇન્ડસ્ટ્રીઝને જોડતું એક માત્ર મેગેઝીન છે. જે ઇન્ડિયાના અને ઇન્ટરનેશનલ વોચ અને કલોક બિઝનેસ સાથે જોડાયેલ ઇન્ડસ્ટ્રીઝ, હોલસેલર, રિટેલર્સ તથા અન્ય લોકેને દર મહિને જોડાતું ખુબ જ પોપ્યુલર મેગેઝીન છે.આ મેગેઝીન તરફથી એકસ્ટ્રા ઓર્ડિનરી પરફોર્મન્સ બદલ અજંતા ઓરેવા ગ્રુપના સુપ્રીમો અને પાટીદાર રત્ન જયશુખભાઈને "મેન ઓફ ધ યર" નો એવોર્ડ આપવામાં આવેલ છે.પાટીદાર રત્ન જયસુખભાઇ લાસ્ટ ૩ વર્ષ થી મોરબી ખાતે આવેલ નાના-મોટા કલોક ઇન્ડસ્ટ્રીઝ વાળા પાસેથી દર વર્ષ લાખોની સંખ્યામાં કલોક બનાવડાવીને ઇન્ડિયન તથા એક્સપોર્ટ માર્કેટમાં સેલ્સ કરવામાં આવે છે આ પોઝિટિવ પ્રયાસથી રોજગારીમાં ખૂબ જ વધારો થયો છે તદુપરાંત નાના ઉદ્યોગકારો માટે પણ તે ખૂબ જ આશીર્વાદરૂપ બન્યુ છે.

લગભગ ૫૦ થી ૬૦ કલોક ઇન્ડસ્ટ્રીઝ "ઓરેવા" ગ્રુપને તેની પ્રોડક્ટ સપ્લાઈ કરે છે ઓરેવા ગ્રુપ તેના કવોલીટી પેરામીટર મેન્ટેન કરીને ડિઝાઇન, સેઈપ, મોડેલ, મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ, રોમટિરિયલસ, કમ્પોનેટનો ભાવ વગેરે માર્ગદર્શન આપીને રિક્વાયરમેન્ટ મુજબના કલોક મોડેલ ડેવલોપ કરાવે અને પરચેઝ કરે છે.અને આ પ્રકાર ના ઓરેવાના યોગદાન થી નાના ઇન્ડસ્ટ્રીઝ વાળા પાસે જે સ્કિલ એક્સપિરિઅન્સ વગેરે હોય તેનો ઉપયોગ કરી યોગ્ય પ્રાઈઝ આપી ને ઘરે બેઠા માર્કેટ ડેવલોપ કરી આપેલ છે. જે મોરબીની ઇન્ડસ્ટ્રીઝ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થયું છે

જયારે જયારે વુમન એમ્પાવરમેન્ટ નું નામ આવે ત્યારે આ ગ્રુપ નું નામ સૌપ્રથમ લેવાય છે કારણ કે આ ગ્રુપ માં આશરે ૪૦૦૦ કર્મચારીઓ કામ કરે છે… જેમાં આશરે ૯૦% અનસ્કીલ વુમનો ને રોજગારી આપવામાં આવે છે. જયસુખભાઇની રાહબારી હેઠળ મોરબી ખાતે આવેલ ૨૦૦ ઇન્ડસ્ટ્રીઝ વાળા નું એક સંગઠન " મોરબી કલોક મેન્યુ. એલાયન્સ " બનાવામાં આવેલ અને કલોક ઇન્ડસ્ટ્રીઝ સાથે અન્ય પ્રોડક્ટ ડેવલોપ કરવા માટે ઘણી બધી મિટિંગ કરવામાં આવેલ મોરબી ખાતે ટોયઝ / મોસ્કીટો કિલર રેકેટ / ઇલેક્ટ્રોનિક્સ તથા ઇલેક્ટ્રીકલ્સ  પ્રોડક્ટ ડેવલોપ કરવામાં માર્ગદર્શન તથા મદદરૂપ થયેલ.

આ “મોરબી કલોક મેન્યુ. એલાયન્સ “ તરફ થી ટોયઝ ઇન્ડસ્ટ્રીઝ મોરબી ખાતે ડેવલોપ કરવા તથા ચાઈના થી થતું " ગેરકાયદેસર" (ટેક્સ ચોરી) ઈમ્પોર્ટ તથા સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ વાળના પ્રોબ્લેમો બાબત ની રજૂઆત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ના અલગ અલગ ડિપાર્ટમેન્ટ માં ઘણી રજૂઆતો કરેલ અને તેનો સારો પ્રતિભાવ પણ મળેલ હતો.જયસુખભાઈ ના કારણે લાસ્ટ ૨ વર્ષ થી જે કોરોના -૧૯ ના કારણે કલોક ઇન્ડસ્ટ્રીઝ માં જે મંદિ નો માહોલ હતો તેમાં ખુબજ સરાહનીય થાય તેવી કામગીરી કરવામાં આવેલ હતી.આ બધી બાબતોને દયાન માં રાખીને " વોચ અને કલોક " ટ્રેડ પોસ્ટ માટે " શ્રી જયસુખભાઇ ઓ. પટેલ ને " મેન ઓફ ધ યર " નો એવોર્ડ વર્ષ ૨૦૨૧ માટે એનાઉન્સ કરવામાં આવેલ જે સમગ્ર મોરબી અને કલોક ઇન્ડસ્ટ્રીઝ માટે ખુબજ ગૌરવ ની વાત છે આ એવોર્ડ મળવા બદલ મોરબી કલોક ઇન્ડસ્ટ્રીઝ તરફ થી જયસુખભાઇ ને ખુબ ખુબ અભિનંદન આપવામાં આવે છે.






Latest News