હળવદના ચરાડવામાં ઘરમાં જુગારની રેડ કરતાં જુગારીઓમાં નાશભાગ: ચાર પકડાયા, ચાર ફરાર
લો બોલો: હળવદ નજીક ઉકરડામાંથી ૩૪ બોટલ દારૂ ઝડપાયો, એકની ધરપકડ
SHARE









લો બોલો: હળવદ નજીક ઉકરડામાંથી ૩૪ બોટલ દારૂ ઝડપાયો, એકની ધરપકડ
હળવદ તાલુકાના ચરાડવા ગામ પાસે આવેલ કેટી મિલ નજીક દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઉકરડામાંથી દારૂની ૩૪ બોટલો મળી આવેલ હતી જેથી પોલીસે ૧૦૨૦૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરી એક શખ્સની ધરપકડ કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાનાં ચરાડવા ગામ પાસે આવેલ કેટી મિલ નજીક ખરાબાની જગ્યામાં ઉકરડાના ઢગલામા દારૂનો જથ્થો હોવાની હળવદ પોલીસને બાતમી મળી હતી જેના આધારે હળવદ તાલુકા પોલીસની ટીમ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની ૩૪ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૧૦,૨૦૦ રૂપિયાના મુદ્દામાલ સાથે હાલમાં નરવતભાઈ બચુભાઈ રાઠવા (૨૬) રહે હાલ ચરાડવા ગામ કેટી મિલ પાસે મૂળ રહે. છોટાઉદેપુર વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસે દારૂની બોટલો ક્યાંથી આવી હતી અને કોને આપવાની હતી તે દિશામાં પોલીસે તપાસ શરુ કરેલ છે
દારૂ સાથે ઝડપાયો
માળીયા કચ્છ હાઇવે ઉપર ચેકપોસ્ટ પાસેથી પસાર થતી કારને રોકીને પોલીસ ચેક કરતા તેમાંથી ૨૦૦ એમએલ દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૧૦૦ રૂપિયાની કિંમતના દારૂ અને ૬ લાખની કિંમતની કાર સાથે સમર્થભાઈ ભરતભાઈ પટેલ (ઉમર વર્ષ ૨૫) રહે. શાંતિ નિકેતન ફ્લેટ એચ.ડી.કે. વિદ્યાલય સામે ગુરુકુળ રોડ મેમદાવાદ અમદાવાદ વાળાની ધરપકડ કરેલ છે
