લો બોલો: હળવદ નજીક ઉકરડામાંથી ૩૪ બોટલ દારૂ ઝડપાયો, એકની ધરપકડ
મોરબીમાં વૈજ્ઞાનિક થોમસ આલ્વા એડીસન અને ચાલ્સ ડાર્વિનના જન્મદિને સ્પર્ધા યોજાશે
SHARE









મોરબીમાં વૈજ્ઞાનિક થોમસ આલ્વા એડીસન અને ચાલ્સ ડાર્વિનના જન્મદિને સ્પર્ધા યોજાશે
મોરબીમાં મહાન વૈજ્ઞાનિક થોમસ આલ્વા એડીસનની જન્મ તા.૧૧ ફેબ્રુઆરી તથા વૈજ્ઞાનિક ચાલ્સ ડાર્વિન જન્મ તા.૧૨ ફેબ્રુઆરીનાં અનુસંધાને ઘર બેઠાં વિડીયો દ્વારાં વૈજ્ઞાનિક પ્રશ્નોત્તરી સ્પર્ધાનું આયોજન કરાયેલ છે.
ગુજરાત કાઉન્સિલ ઑન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર પ્રેરિત આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર,ધી વી.સી.ટેક.હાઈસ્કૂલ રૂમ નં.૨૦૨ મોરબી કાર્યરત છે. વૈજ્ઞાનિક થોમસ આલ્વા એડીસનનાં જન્મદિન ૧૧ ફેબ્રુઆરી તથા ચાલ્સ ડાર્વિનનાં જન્મદિન ૧૨ ફેબ્રુઆરીનિમિત્તે વૈજ્ઞાનિક પ્રશ્નોત્તરી સ્પર્ધાનું આયોજન કરાયેલ છે.આ સ્પર્ધામાં ભાગ લેતાં સ્પર્ધકોએ ઘરે બેઠાં કક્ષા મુજબ આપેલ બે પ્રશ્નોના ઉત્તર આપતાં હોય તેનો વિડીયો બનાવી મોકલી આપવાનો રહેશે. સ્પર્ધામાં વિજ્ઞાન અને વૈજ્ઞાનિક સંશોધનમાં રસ-રૂચિ કેળવાય અને વધુને વધુ વ્યક્તિઓ સીખે-સમજે અને જાણે તે જ મુખ્ય હેતુ છે.કેટેગરી મુજબ શ્રેષ્ઠ રજુઆત કરનાર સ્પર્ધકોનાં વિડીયો આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી યુટ્યુબ ચેનલ પરથી પ્રસારિત કરવામાં આવે છે.કેટેગરી - 1 ( ધો- 1,2,3,4) ધોરણ-1 તથા 2 માટે પ્રશ્નો અંધકાર ( અંધારૂ) દૂર કરવાં તમે શું શું ઉપાય કરશો ? તથા ભાર વહન કરતાં કોઈપણ બે પ્રાણીઓનાં નામ આપો.ધોરણ 3 તથા 4 માટે પ્રશ્ન ઔષધ તરીકે ઉપયોગી કોઈ બે વનસ્પતિઓનાં નામ- ઉપયોગ જણાવો. તથા સજીવ અને નિર્જીવનાં કોઈપણ બે તફાવત જણાવો. કેટેગરી -2 (ધો - 5,6,7,8) ધોરણ-5 તથા 6 માટે પ્રશ્ન પરોપજીવી વનસ્પતિ એટલે શું ? તથા ખેચર પ્રાણીઓ એટલે શું ? ધોરણ 7 તથા 8 માટે પ્રશ્ન ઉત્ક્રાંતિ એટલે શું ? તથા બલ્બની શોધ કરનાર વૈજ્ઞાનિકનું નામ જણાવો. કેટેગરી-3 (ધો- 9,10,11,12) ધોરણ-9 તથા 10 માટે પ્રશ્ન અનુકૂલન એટલે શું ? તથા ફોનોગ્રાફ એટલે શું ? ધોરણ -11 તથા 12 માટે પ્રશ્ન અભ્યારણ્ય એટલે શું ? તથા ભૂચર, જળચર, ખેચર અને ઉભયજીવી પ્રાણીઓ એટલે શું ? કેટેગરી-4 કોલેજ નાં વિધાર્થીઓ, શિક્ષક મિત્રો તથા વાલીઓ માટે પ્રશ્ન ઉત્કાંન્તીવાદ સમજાવો તથા "સફળતા માટે સૌથી વધુ જરૂરી છે વધુ એક પ્રયત્ન" સમજાવો. સ્પર્ધકોએ આપેલ પ્રશ્નનો સમજાવતાં હોય તેવો વિડીયો બનાવીને તા.૧૨ ફેબ્રુઆરી રાત્રના નવ સુધીમાં એલ.એમ. ભટ્ટ (મો.87801 27202, 98249 12230) અથવા દિપેનભાઈ ભટ્ટ (મો.97279 86386) ઉપર મોકલી આપવાનો રહેશે.
