મોરબી નજીક અકસ્માત સર્જનાર કારમાંથી પોલીસની વર્દિ સાથે દારૂ પણ મળી !: ગુનો નોંધાયો
હળવદના ચરાડવામાં ઘરમાં જુગારની રેડ કરતાં જુગારીઓમાં નાશભાગ: ચાર પકડાયા, ચાર ફરાર
SHARE









હળવદના ચરાડવામાં ઘરમાં જુગારની રેડ કરતાં જુગારીઓમાં નાશભાગ: ચાર પકડાયા, ચાર ફરાર
હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેણાંક મકાનની અંદર જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ઘરની અંદર જુગાર રમતા જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી અને ચાર શખ્સો પોલીસના હાથે ઝડપાયા હતા જોકે ચાર શખ્સો નાસી છૂટયા હતા જેથી પોલીસે હાલમાં ૨૦,૧૦૦ ના મુદ્દામાલ સાથે ૪ શખ્સોને ઝડપી તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને નાસી છુટેલા ચાર આરોપીઓને પકડવા માટે તજવીજ કરેલ છે
જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા નિલેશભાઈ ઉર્ફે મુન્નો વિનુભાઈ મહેતા જાતે બ્રાહ્મણ (ઉંમર ૪૧) ના ઘરની અંદર જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે હળવદ તાલુકા પોલીસ દ્વારા તેના ઘરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે જુગાર રમતા શખ્સોમાં નાસભાગ મચી જવા પામી હતી અને જો કે, પોલીસે ઘરની અંદર જુગાર રમતા શખ્સોમાંથી ઘરધણી નિલેષભાઈ ઉર્ફે મુન્નો વિનુભાઈ મહેતા, યુવરાજસિહ ભીખુભા ઝાલા, રમેશભાઇ ચુનિલાલ ઠક્કર જાતે લુહાણા અને સુરેશભાઇ પોપટભાઇ જોષી જાતે બ્રાહમણની ધરપકડ કરેલ છે અને પોલીસને જોઈને વિજયભાઇ છગનભાઇ પટેલ, વસંતભાઇ કેશવજીભાઇ પટેલ, યોગેશભાઇ વાલજીભાઇ દલવાડી અને રણછોડભાઇ રવજીભાઇ દલવાડી નાશી ગયા હતા જેથી તેણે પકડવા માટે પોલીસે ચ્કારોગતિમાન કરેલ છે હાલમાં ૨૦,૧૦૦ માં મુદામાલ સાથે ચાર જુગારીને પકડીને પોલીસે ગુનો નોંધીને ભાગી ગયેલા ચાર જુગારીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
અકસ્માતમાં ઇજા
મોરબીની રાજપર ચોકડી પાસેથી મોરબીના રવાપર ગામે આવેલ ગોકુલ ફાર્મની બાજુમાં સંસ્કાર સિટીમાં રહેતા કમલેશભાઈ ચમનભાઈ હળવદિયા જાતે માળી (ઉંમર ૪૨) પોતાનું બાઇક લઇને પસાર થઇ રહ્યા હતા ત્યારે આઇસર નંબર જીજે ૩ એટી ૨૩૨૮ ના ચાલકે તેને અડફેટે લઇ અકસ્માત કર્યો હતો જેથી કમલેશભાઈને પગની પિંડીના ભાગે ઈજા થઈ હતી જેથી કરીને કમલેશભાઈને સારવાર માટે લઈ ગયા હતા અને હાલમાં ભોગ બનેલા કમલેશભાઈએ આઇસર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
