માળીયા (મી)ના ચિખલી ગામ પાસે રેડ: 2800 લિટર આથો, 200 લિટર દેશી દારૂ અને બોલેરો સહિત 4.10 લાખનો મુદમાલ કબ્જે મોરબીના ઘુંટુ રોડ ઉપર ચિચોડામાં હાથ આવી જતા યુવાન રાજકોટ ખસેડાયો મોરબીમાં બ્લડ કેન્સરની બીમારીથી 7 વર્ષની બાળકીનું મોત હળવદમાં સરકારી સાયન્સ, આર્ટ્સ અને કોમર્સ કોલેજ શરૂ કરવા તપનભાઈ દવે કરી શિક્ષણ મંત્રીને કરી રજૂઆત મોરબી: ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા અને બમણી રકમનો દંડ મોરબી: લાલપર પીએચસી દ્રારા સર્વાઇકલ કેન્સરને રોકવા HPV રસીકરણનો પ્રારંભ મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં શિક્ષકે પિતાની સ્મૃતિમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક વસ્તુ અર્પણ કરી મોરબી મહાસંઘ દ્વારા ઝોન કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટ માટે સિલેક્શન કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના ચાંચાપર પાસે કારખાનામાં આગથી લાખોનું નુકસાન


SHARE













મોરબીના ચાંચાપર પાસે કારખાનામાં આગથી લાખોનું નુકસાન

મોરબીના ચાંચાપર ગામે આવેલ પોલિપેકના કારખાનામાં ઇલેક્ટ્રિક શોટસર્કીટથી આગ લાગતા લાખોનું નુકસાન થયું હોવાનું જાણવા મળેલ છે. 

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ચાંચાપર ગામની સીમમાં આવેલા શિવા પોલિપેક નામના કારખાના અંદર ત્રણ કંટ્રોલ પેનલ એકબીજા સાથે એટેચ હતી દરમ્યાનમાં એક કંટ્રોલ પેનલમાં ઈલેક્ટ્રીક શોર્ટ સર્કિટથી આગ લાગતા લાખો રૂપિયાની નુકશાની થઇ હોય તે સંદર્ભે હિતેષ રમેશભાઈ નાકરાણી (૪૦) રહે.શ્રીમદ સોસાયટી મુનનગર પાછળ પંચાસરરોડ મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસને બનાવ અંગે જાણ કરતા તાલુકા પોલીસે નોંધ કરીને આગના બનાવની આગળની તપાસ હાથ ધરી છે.

અણીયાળી પાસે રાજસ્થાની યુવકનું મોત

મોરબીના અણીયાળી પાસે રાજસ્થાની યુવકનું મોત નિપજયુ હતુ.અણીયારી ગામ પાસે આવેલ ડીવી કોલ નજીકથી રાજસ્થાની યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ રાજસ્થાનના જયપુર જિલ્લાના શાહપુર તાલુકામાં આવેલા શાહપુરના વતની આસુતોષ ઘીસાલાલ શર્મા નામના ૩૩ વર્ષીય રાજસ્થાની યુવાનનો ડીવી કોલ નામના કારખાના પાસે અણિયારી ગામ નજીકથી મૃતદેહ મળી આવ્યો હતો જેથી તાલુકા પોલીસને બનાવની જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના આર.બી.વ્યાસે તપાસ હાથ ધરી હતી.જેમાં ખૂલ્યું હતું કે આશુતોષ શર્માં પોતાના મિત્રની સાથે ટ્રકમાં બેસીને રાજસ્થાનથી ફરવા માટે મોરબી આવ્યો અને તેને પરત રાજસ્થાન જવું હતું અને તે રાજસ્થાન જવા માટે નીકળ્યો હતો તે દરમિયાન કોઇ કારણોસર મોરબીના અણીયારી ગામ પાસે આવેલા ડીવી કોલ નજીકથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

બાળક સારવારમાં 

મોરબી નજીકના બગથળા ગામે બાઇકમાં નાના રામજી મંદિર નજીકથી જઈ રહેલ બાઇકમાંથી પડી જવાથી જીલ હાર્દિકભાઇ જોશી નામના પાંચ વર્ષના બાળકને ઇજાઓ થતાં તેને ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવાયો હતો.જ્યારે મોરબીના વાંકાનેર હાઇવે ઉપર લાલપર ગામ નજીક એક ટ્રક બીજા ટ્રક સાથે અથડાતા ગાંધીધામ તરફથી ટ્રક લઈને આવી રહેલા મરકીસિંગ બલવિંદરસિંગ નામના ૩૦ વર્ષના યુવાનને ગત મોડીરાત્રીના એકાદ વાગે ઇજાગ્રસ્ત હાલતમાં અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો બનાવને પગલે તાલુકા પોલીસ મથકના એસ.આર.ચાવડા તપાસ ચલાવી રહ્યા છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News