મોરબી જિલ્લામાં આવવા માંગતા શિક્ષકો માટે જિલ્લા ફેર બદલી કેમ્પ યોજાયો
હળવદ તાલુકા ભાજપના મહામંત્રી સહિત કુલ છ સામે નોંધાયો લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો
SHARE
બળદેવ ભરવાડ દ્વારા, મોરબી જીલ્લામાં અત્યાર સુધીમાં અનેકની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ છે જો કે, હાલમાં સરકારી અધિકારી દ્વારા ભાજપના ભાજપના હોદેદાર સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં હળવદ તાલુકા ભાજપના મહામંત્રી સહિત કુલ છ સામે હળવદ તાલુકા પોલીસ મથકે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધાયો છે અને શીરોઇ ગામ તળની સીંચાઇ વિભાગની સરકારી જમીન ઉપર ભાજપના આગેવાન અને તેના પરિવારજનોએ ગેરકાયદે દબાણ કર્યું છે જેથી સરકારી જમીન પચાવી પાડવા મુદે સીંચાઇ વિભાગ અધિકારીએ ફરિયાદ નોંધાવી છે અને આરોપીઓ હાથવેંતમાં જ હોવાનું પોલીસે જણાવ્યુ છે
બનવાની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસ સ્ટેશને હાલમાં સીંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઈન્જનેર કિશનભાઈ લીંબડીયાએ હળવદ તાલુકા ભાજપના મહામંત્રી સંજયભાઈ રૂપાભાઈ, કાળુભાઈ માવજીભાઈ, વનરાવનભાઈ રૂપાભાઈ, પ્રતાપભાઈ માવજીભાઈ, વિજયભાઈ રૂપાભાઈ અને અનિલભાઈ અમરસિંહભાઈ રહે. તમામ શીરોઈ ગામ વાળાની સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાવી છે જેમાં તેને લખાવ્યું છે કે, શિરોઇ ગામે સિંચાઈ વિભાગની સરકારી જમીન આવેલ છે જેના પ્લોટ નંબર ૩૨ થી લઈને ૩૯ ઉપર એટલે કે, આઠ પ્લોટ પચાવી પાડીને આ શખ્સો દ્વારા મકાનો બનાવી નાખવામાં આવેલ છે જેથી કરીને હાલમાં હળવદ તાલુકા ભાજપના મહામંત્રી સંજયભાઈ રૂપાભાઈ સહિતના સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ લઈને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે જો કે, ભાજપના હોદેદાર સહિતના સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ હોવાથી હાલમાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને રાજકીય આકાઓના ફોન પણ રણકવા લાગ્યા છે
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”